રક્ષા મ. વ્યાસ
સેનવર્મા એસ. પી.
સેનવર્મા, એસ. પી. (જ. 1 ફેબ્રુઆરી 1909, બારીસાલ, બાંગ્લાદેશ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી અને કાયદાપંચના સભ્ય. પિતા અમૃતલાલ અને માતા સોનાલક્ષ્મી દેવી. પત્ની આરતી સેનવર્મા. કોલકાતા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ કાયદાના અનુસ્નાતક (એલએલ.એમ.) થયા. 1942માં પશ્ચિમ બંગાળ સરકારની ન્યાયિક સેવામાં જોડાયા. તે પછી સ્વતંત્ર ભારત સરકારમાં કાયદા-મંત્રાલયમાં વિશેષ સચિવ…
વધુ વાંચો >સેનાનાયક ડડલી શેલ્ટન
સેનાનાયક ડડલી શેલ્ટન (જ. 1911; અ. 1973) : શ્રીલંકાના રાજકારણી અને વડાપ્રધાન. શ્રીલંકાના સૌપ્રથમ વડાપ્રધાન સેનાનાયક ડોન સ્ટીફન તેમના પિતા હતા તેથી સ્વાભાવિક રીતે જ રાજકારણ તેમને વારસામાં મળ્યું હતું. 1952-53, 1960 અને 1965થી 70 દરમિયાન તેઓ વડાપ્રધાન બન્યા હતા. તેમના પિતાએ આરંભેલી સિંહાલી-તમિળ સંવાદિતાની નીતિઓ તેમણે ચાલુ રાખી હતી.…
વધુ વાંચો >સેનાનાયક ડૉન સ્ટીફન
સેનાનાયક ડૉન સ્ટીફન (જ. 1884, કોલંબો; અ. 1952) : શ્રીલંકાના રાજકારણી અને સૌપ્રથમ વડાપ્રધાન. કોલંબો ખાતે અભ્યાસ કર્યા બાદ પિતાની રબરની એસ્ટેટ પર કામ કર્યું. તે દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. 1922માં લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા. 1923માં શ્રીલંકાની સહકારી સોસાયટી માટેનાં આંદોલનોનો આરંભ કર્યો. 1931માં ત્યાંની સ્ટેટ કાઉન્સિલમાં ચૂંટાયા અને…
વધુ વાંચો >સેવા (Self-Employed Womens’ Association – SEWA)
સેવા (Self-Employed Womens’ Association – SEWA) : અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ, સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન, જે મુખ્યત્વે ગાંધીવાદી શૈલીથી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે. 1947માં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય તેવી રાજકીય આઝાદી પ્રાપ્ત કર્યા પછી વર્ષો સુધી દેશની અગણિત ગરીબ મહિલાઓ માટે ખાસ કોઈ કામ થયું નહોતું. આર્થિક સ્વાવલંબન…
વધુ વાંચો >સેંઘોર લિયોપોલ સેડર
સેંઘોર, લિયોપોલ સેડર [જ. 9 ઑક્ટોબર 1906, જોયેલ, મ્બોર, સેનેગાલ (Joal, Mbour, Senegal); અ. 20 ડિસેમ્બર 2001, નૉર્મન્ડી, ફ્રાન્સ] : સેનેગાલ દેશના સૌપ્રથમ પ્રમુખ, રાજનીતિજ્ઞ, ઊર્મિશીલ કવિ અને શ્યામવર્ણી પ્રજાના સાહિત્ય(black literature)ના પુરસ્કર્તા. પિતા ધનાઢ્ય વેપારી. માતા વિચરતી જાતિની. જીવનનાં પ્રથમ સાત વર્ષ તેની માતા, મામાઓ, માસીઓ, સાથે પસાર થયા…
વધુ વાંચો >સોન્ગ્રામ પિબુન
સોન્ગ્રામ પિબુન (જ. ?; અ. ?) : થાઇલૅન્ડ(સિયામ)ના ફીલ્ડ માર્શલ અને રાજનીતિજ્ઞ. 1941માં થાઇલૅન્ડ પર જાપાને આક્રમણ કર્યું ત્યારે તેઓ ફીલ્ડ માર્શલના હોદ્દા પર હતા. તેમણે જાપાનના નેતૃત્વ હેઠળ થાઇલૅન્ડમાં રચાનારી કઠપૂતળી સરકાર માન્ય રાખી હતી. 1947માં લશ્કરી બળવા દ્વારા તેમણે સત્તા હાંસલ કરી અને રાજકીય વડા બન્યા. આ સમયે…
વધુ વાંચો >સોરેલ જ્યૉર્જ
સોરેલ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1847, ચેરબર્ગ, ફ્રાન્સ; અ. 30 ઑગસ્ટ 1922, Boulongnesur, સેઇન, પૅરિસ) : ફ્રેન્ચ સમાજવાદી ચિંતક, ક્રાંતિકારી સિન્ડિકાલિસ્ટ. મધ્યમવર્ગીય કુટુંબના આ સંતાન સિવિલ એન્જિનિયર હતા. ફ્રેન્ચ સરકારના પુલો અને માર્ગો બાંધવાના વિભાગમાં તેઓ કામગીરી બજાવતા હતા. 1870-1892 સુધી તેમણે આ વ્યાવસાયિક કામગીરી કરી હતી; પરંતુ વ્યાવસાયિક કામગીરીના…
વધુ વાંચો >સ્ટર્મર બોરિસ વ્લાદામિરોવિચ
સ્ટર્મર, બોરિસ વ્લાદામિરોવિચ (જ. 27 જુલાઈ 1848; અ. 9 સપ્ટેમ્બર 1917, પેટ્રોગાદ, રશિયા) : રશિયાના રાજનીતિજ્ઞ અને વહીવટી અધિકારી. સેંટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક બનીને પ્રારંભે તેઓ ઝારશાહીના ન્યાયવિભાગમાં જોડાયા. 1872થી 1892નાં વીસ વર્ષો સુધી મિનિસ્ટ્રી ઑવ્ ધ ઇમ્પીરિયલ કોર્ટમાં તેમણે કામ કર્યું. આ દરમિયાન 1883માં ઝાર એલૅક્ઝાંડર 3જાની તાજપોશીની…
વધુ વાંચો >સ્ટીવન્સન એડલાઈ એવિંગ
સ્ટીવન્સન, એડલાઈ એવિંગ (જ. 5 ફેબ્રુઆરી 1900, લૉસ એન્જલ્સ, કૅલિફૉર્નિયા; અ. 14 જુલાઈ 1965, લંડન) : અમેરિકાના જાણીતા રાજનીતિજ્ઞ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર. 1952 અને 1956 – એમ બે વાર તેમણે અમેરિકાના ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી કરી હતી; પરંતુ બંને વેળા તેઓ પરાજિત થયા હતા. એડલાઈ એવિંગ સ્ટીવન્સન મૂળે તેઓ કાયદાના સ્નાતક…
વધુ વાંચો >સ્ટેટેનિયસ એડ્વર્ડ રીલી
સ્ટેટેનિયસ, એડ્વર્ડ રીલી (જ. 22 ઑક્ટોબર 1900, શિકાગો; અ. 31 ઑક્ટોબર 1949, ગ્રીનવિચ) : અમેરિકાના રાજનીતિજ્ઞ અને ઉદ્યોગપતિ. પ્રારંભે ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દીના કારણે ખ્યાતનામ જનરલ મોટર્સ કૉર્પોરેશનમાં તેમણે 1926–1934 દરમિયાન અનેક વહીવટી હોદ્દા ભોગવ્યા હતા. 1938માં તેઓ યુ.એસ. સ્ટીલ કૉર્પોરેશનના બોર્ડના અધ્યક્ષ બન્યા. 1940–1943 નૅશનલ ડીફેન્સ એડ્વાઇઝરી કમિશનમાં કામ કર્યું.…
વધુ વાંચો >