મુનિબાવાનું મંદિર
મુનિબાવાનું મંદિર
મુનિબાવાનું મંદિર : ગુજરાત રાજ્યમાં થાન(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)ની દક્ષિણમાં આવેલું સોલંકીકાલીન મંદિર. એકાંડી (એક- શિખર) શૈલીનું આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહ આગળ ખુલ્લા મંડપની રચના જોવા મળે છે. ગર્ભગૃહનું તલમાન ‘પંચરથ’ પ્રકારનું છે. ગર્ભગૃહના દ્વાર પર શિવ મુખ્ય દેવ તરીકે બિરાજે છે. દ્વાર ઉપરના ઓતરંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં…
વધુ વાંચો >