મુખ્લિસ આનંદરામ

મુખ્લિસ, આનંદરામ

મુખ્લિસ, આનંદરામ (જ. 1700, સોધરા, જિ. સિયાલકોટ; અ. 1751) : ફારસી ભાષાના વિદ્વાન, લેખક અને કવિ. તેઓ છેલ્લા મુઘલ રાજવીઓના અમીર-ઉમરાવોના દરબારોમાં રાજકીય વગ પણ ધરાવતા હતા. આનંદરામ પંજાબી કાયસ્થ હતા. તેમના દાદા ગજપતરાય અને પિતા રાજા હૃદયરામ ફારસી ભાષાના જાણકાર હતા. આનંદરામ ભરયુવાનીમાં દિલ્હીમાં મુઘલ વજીર એતિમાદ-ઉદ્-દૌલાના વકીલ બન્યા…

વધુ વાંચો >