મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ
જમાલુદ્દીન દાના
જમાલુદ્દીન દાના (જ. 1493, જનૂક, ઈરાન; અ. 22 મે 1607, સૂરત) : માનવતાવાદી સૂફી સંત. નામ સૈયદ જમાલુદ્દીન અને ઇલકાબ ‘ખ્વાજા દાના’ હતો. પિતાનું નામ બાદશાહ ખ્વાજા પરદાપોશ. પિતા શાહ ઇસ્માઇલ સફવીના રાજ્યઅમલમાં ઈરાનમાં શહીદ થયા હતા. તેમના પિતાના શિષ્ય ખ્વાજા સૈયદ હસન અતાએ નદીકિનારે એક જંગલમાં 12 વર્ષ સુધી,…
વધુ વાંચો >ઝફરનામા (ઝફરનામાએ તિમુરી)
ઝફરનામા (ઝફરનામાએ તિમુરી) (1424) : ફારસી ભાષાનો ઐતિહાસિક ગ્રંથ. તેમાં બે વિભાગમાં મુઘલ સમ્રાટ બાબરના છઠ્ઠા પૂર્વજ સમ્રાટ તિમુર વિશેનો સંપૂર્ણ ઇતિહાસ છે. તેનો કર્તા ઇતિહાસકાર શરફુદ્દીન અલી યઝદી, આરંભિક તિમુરી યુગનો વિદ્વાન સાહિત્યકાર, લેખક અને કવિ હતો. તિમુરના પાલ્યપુત્ર સમ્રાટ શાહરૂખના શાસનકાળ(1408થી 1447)માં તેને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.…
વધુ વાંચો >બગદાદી, ખતીબ
બગદાદી, ખતીબ (જ. 10 મે 1002, દર્ઝેજાન; અ. 5 સપ્ટેમ્બર 1071, બગદાદ) : ઇસ્લામ ધર્મના વિદ્વાન ઉપદેશક. આખું નામ અબૂબક્ર અહમદ બિન અલી બિન સાબિત. તેઓ એક ધર્મપ્રવચનકારના પુત્ર હતા. વિદ્યાપ્રાપ્તિ માટે બસરા, નિશાપુર, ઇસ્ફહાન, હમદાન અને દમાસ્કસ જેવાં જ્ઞાનકેન્દ્રોમાં ગયા. છેવટે અબ્બાસી વંશના પાટનગર બગદાદમાં વસવાટ કર્યો અને ત્યાંના…
વધુ વાંચો >