મહાદેવ શિ. દુબળે
વૃદ્ધિ અને વિકાસ (પ્રાણીશાસ્ત્ર)
વૃદ્ધિ અને વિકાસ (પ્રાણીશાસ્ત્ર) : સજીવોના કોષોના કદમાં અને / અથવા કોષોની સંખ્યામાં થતો વધારો. બધા સજીવો વૃદ્ધિ પામીને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. અમીબા જેવા એકકોષીય જીવો પર્યાવરણમાંથી ખોરાક પ્રાપ્ત કરીને જીવરસમાં ઉમેરો કરી પોતાનું કદ વિસ્તારે છે અને જીવન માટે અગત્યની એવી બધી અંગિકા પ્રાપ્ત કરે છે.…
વધુ વાંચો >વૅસેલિયસ, ઍન્ડ્રિયસ
વૅસેલિયસ, ઍન્ડ્રિયસ (જ. 1514, બ્રુસેલ્સ; અ. 1564, ઝાસિયસ ટાપુ) : અભિનવ વિચારદૃષ્ટિને આધીન પરંપરાગત જૈવવિજ્ઞાનને નવો ઓપ આપનાર ગ્રીક દેહધર્મવિજ્ઞાની. વૈદકો અને ઔષધવિજ્ઞાનીઓના કુટુંબમાં જન્મેલ વૅસેલિયસે માનવ-મુડદાની વાઢકાપ કરી માનવશરીરની રચનાનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આ વિજ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સિદ્ધિ હાંસલ કરી. વૅસેલિયસે 1533માં પૅરિસ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન શાખામાં…
વધુ વાંચો >સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો
સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારોની અસરથી ઉત્તેજના પામી મનુષ્ય અને અન્ય પ્રાણીઓની શરીર દ્વારા દર્શાવાતી પ્રતિક્ષિપ્ત લાગણીની પ્રક્રિયા કે અનુભૂતિ. આ અનુભૂતિ શરીરની બહાર શ્રવણ, દૃષ્ટિ, ઘ્રાણ, સ્વાદ કે સ્પર્શથી થાય છે; જ્યારે શરીરની અંદર હલનચલન, શરીરની સમતુલા, ભૂખ, રુચિ, વેદના, તૃષા વગેરેથી થાય છે.…
વધુ વાંચો >સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)
સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. આકૃતિ 1 : કેટલાંક યાયાવર પક્ષીઓના સ્થળાંતરી માર્ગો : (1) લાલકંઠી સક્કરખોરો (ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા તરફ), (2) કાળી ચાંચ ફૂત્કી (કૅનેડાથી…
વધુ વાંચો >સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) :
સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીશરીરમાં વિવિધ સ્નાયુ-ઘટકો વચ્ચે સંકોચન-વિકોચન અને હલનચલન કરાવતું આયોજિત તંત્ર. સંકોચનશીલતા એ સ્નાયુતંતુકોષની એક વિશિષ્ટ ખાસિયત છે. સ્નાયુઓના એકમો તરીકે સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તે આકુંચન ગતિવિધિ વડે એકદિશાકીય (unidirectional) સંકોચન (shortening) માટે અનુકૂલન પામેલા હોય છે. આ વિશિષ્ટ ગુણધર્મને કારણે સ્નાયુતંતુઓ લાંબા-ટૂંકા થઈ શકે છે અને…
વધુ વાંચો >સ્વજાતિ-ભક્ષણ (cannibalism)
સ્વજાતિ-ભક્ષણ (cannibalism) : કેટલાંક પ્રાણીઓની પોતાની જ જાતિ(species)ના સભ્યોનું ભક્ષણ કરવાની ટેવ. અત્યાર સુધી કેટલાક માનવીઓ પણ એક વિધિ (ritual) તરીકે તેને અપનાવતા રહ્યા છે. સામાન્ય પ્રાણીઓમાં આવું ભક્ષણ જાતિ-સંખ્યા(population)ના નિયંત્રણમાં સહાયકારી નીવડે છે. કેટલીક કીડીઓ સામાન્ય રીતે પોતાના જ અપક્વ (immature) અને ઈજા (wounded) પામેલાં બચ્ચાંનું ભક્ષણ કરતી હોય…
વધુ વાંચો >સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : ઑક્સિડેશન પ્રક્રિયા વડે અકાર્બનિક સંયુક્ત પદાર્થોમાંથી કાર્યશક્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો (microbes). આ સજીવો અંગારવાયુ(CO2)ના સંયોજનીકરણ(fixation)થી સંકીર્ણ સ્વરૂપના કાર્બનિક સંયુક્ત પદાર્થોનું ઉત્પાદન કરે છે. આ પ્રક્રિયા રાસાયણિક પ્રકારની હોવાથી તે રાસાયણિક સંશ્લેષણ(chemo-synthesis)ના નામે ઓળખાય છે. લીલ (algae) જેવા સૂક્ષ્મજીવો (microbes) (દા. ત., સાયનોબૅક્ટેરિયા) અંગારવાયુના સંયોજનીકરણાર્થે…
વધુ વાંચો >હોરા સુંદરલાલ
હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…
વધુ વાંચો >