ભૌતિકશાસ્ત્ર

ઉત્તેજન ઊર્જા (excitation energy)

ઉત્તેજન ઊર્જા (excitation energy) : પરમાણુ અથવા અણુની ઉત્તેજિત અને ધરાસ્થિતિ વચ્ચેનો ઊર્જાનો તફાવત. ‘ઉત્તેજન-ઊર્જા’ શબ્દપ્રયોગ ઇલેક્ટ્રૉન-ઉત્તેજન તેમજ અણુની કંપન અને ઘૂર્ણન અવસ્થાને પણ લાગુ પડે છે. ઉત્તેજન-ઊર્જા ઇલેક્ટ્રૉન વોલ્ટ eVમાં અને ઉત્તેજનવિભવ (excitation potential) વોલ્ટ Vમાં આપવામાં આવે છે. બોહરના સિદ્ધાંત પ્રમાણે સંક્રમણ સાથે સંકળાયેલા ફોટૉનની તરંગલંબાઈ અને બે…

વધુ વાંચો >

ઉત્પાદન

ઉત્પાદન (યાંત્રિક ઇજનેરી) : જુઓ ઔદ્યોગિક ઇજનેરી.

વધુ વાંચો >

ઉલ્કા-કૅમેરા

ઉલ્કા-કૅમેરા (meteor camera) : આકાશમાં ઉલ્કાપથની ઊંચાઈ, ભ્રમણકક્ષા, ઉલ્કાનો વેગ વગેરેની જરૂરી માહિતી મેળવતો કૅમેરા. માપનપદ્ધતિને ત્રિકોણીય સર્વેક્ષણ કે ત્રિભુજ માપનપદ્ધતિ (triangulation system) કહે છે. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ 1978માં ઉલ્કાના અભ્યાસ માટે કરવામાં આવ્યો હતો. તેનું શ્રેય બ્રાન્ડેસ (H. W. Brandes) અને બેન્ઝનબર્ગ (Benzenberg) નામના બે જર્મન વૈજ્ઞાનિકોને ફાળે…

વધુ વાંચો >

ઉલ્કા-ધજાળા

ઉલ્કા-ધજાળા : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામે 28 જાન્યુઆરી 1976ની રાતે 8 ક. 40 મિનિટે પડેલી ઉલ્કા. ધજાળાથી આશરે 150 કિમી. અંતરે આવેલા સ્થળેથી આ ઉલ્કાનો તેજલિસોટો દેખાયો હતો. ઉલ્કાને કારણે પેદા થયેલ વિસ્ફોટધ્વનિ (detonation) તથા સુસવાટાના અવાજ ધજાળાની આસપાસ 30 કિમી. ત્રિજ્યાવાળાના વિસ્તારમાં સંભળાયા હતા. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી…

વધુ વાંચો >

ઉષ્મા

ઉષ્મા ઊર્જાનું એક સ્વરૂપ જે અણુઓની યાર્દચ્છિક ગતિ(random motion)ના અનુપાતમાં હોય છે. ઊંચા તાપમાને રહેલા પદાર્થમાં ઉષ્માની માત્રા વધુ હોય તેવું નથી. પદાર્થમાં રહેલી ઉષ્મા-ઉર્જા પદાર્થના કદ, તેના દ્રવ્યનો પ્રકાર તેમજ તાપમાન પર આધારિત હોય છે. ઉષ્માનું સ્વરૂપ : અઢારમી સદીના અંત સુધી કેટલાક વૈજ્ઞાનિકોમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે…

વધુ વાંચો >

ઉષ્માગતિશાસ્ત્ર

ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) જુદી જુદી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માના સ્થાનાંતર, અને ઉષ્મા અને કાર્ય વચ્ચેના પરસ્પર રૂપાંતરણનો અભ્યાસ. તે પ્રાકૃતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં વિવિધ પ્રકારની ઊર્જાનો ગુણદર્શક અને પરિમાણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેનો અભ્યાસ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેમાં સારી એવી અગત્ય ધરાવે છે.…

વધુ વાંચો >

ઉષ્માધારિતા

ઉષ્માધારિતા : જુઓ ઉષ્મા.

વધુ વાંચો >

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા (thermonuclear reaction) : અતિ ઊંચા તાપમાને થતી ન્યૂક્લિયર સંગલન(fusion)ની પ્રક્રિયા. સૂર્ય એક તારો છે, જે કરોડો વર્ષોથી 3.8 x 1026 જૂલ/સેકંડના દરથી ઉષ્મા-ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા રાસાયણિક-પ્રક્રિયા કે ગુરુત્વાકર્ષણને લીધે મળતી નથી. વળી સૂર્યમાં યુરેનિયમ જેવાં ભારે તત્વો પણ નથી, જેથી ન્યૂક્લિયર-વિખંડન દ્વારા ઊર્જા ઉત્સર્જિત થવાની…

વધુ વાંચો >

ઉષ્મા-ન્યૂટ્રૉન

ઉષ્મા-ન્યૂટ્રૉન (thermal neutron) : જે દ્રવ્યમાંથી પસાર થઈ રહ્યા હોય તે દ્રવ્ય સાથે, ઉષ્મીય સમતોલનમાં આવ્યા હોય તેવા ન્યૂટ્રૉન. આ ન્યૂટ્રૉન મૅક્સવેલનું ઊર્જા-વિતરણ ધરાવે છે. તેને લીધે તે સંભાવ્યતમ (most probable) મૂલ્ય-તાપમાન પર આધારિત છે. ઊર્જા પ્રમાણે ન્યૂટ્રૉનનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. 1.2 MeV કરતાં વધારે ઊર્જા ધરાવતા ન્યૂટ્રૉનને ઝડપી…

વધુ વાંચો >

ઉષ્માવહન

ઉષ્માવહન (conduction) : ઉષ્માના સ્થાનાંતરણની ત્રણ રીતમાંની એક રીત, જેમાં ઘન પદાર્થના જુદા જુદા ભાગના તાપમાનના તફાવત કે તાપમાન-પ્રવણતા(temperature gradient)ને કારણે, ઉષ્મા-ઊર્જા ગરમ ભાગથી ઠંડા ભાગ પ્રતિ વહે છે. આ સ્થાનાંતરણ પદાર્થના અણુઓના સંઘાત (collisions) દ્વારા થતું હોય છે. ગતિવાદ અનુસાર ઘન પદાર્થના અણુઓ પોતાના સમતોલન-સ્થાનની આસપાસ નિરંતર રેખીય દોલન…

વધુ વાંચો >