ભૌતિકશાસ્ત્ર
સીગમાન, કેઇ માન બૉર્જ
સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો. સીગમાને 1944માં યુનિવર્સિટી…
વધુ વાંચો >સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)
સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને…
વધુ વાંચો >સીપી (CP) ઉલ્લંઘન
સીપી (CP) ઉલ્લંઘન : સંયુક્તપણે વિદ્યુતભાર (C) અને સમતા (P)ના સંરક્ષણના નિયમનો ભંગ થતો હોય તેવી ન્યૂક્લિયર પ્રક્રિયા. તમામ ન્યૂક્લિયર પ્રક્રિયાઓમાં વિદ્યુતભાર(charge)નું સંરક્ષણ થાય છે અને તેમાં કોઈ અપવાદ હજુ સુધી જોવા મળ્યો નથી. સમતા(parity)નો સિદ્ધાંત દર્શાવે છે કે જગત (world) અને તેના દર્પણ-પ્રતિબિંબ (mirror image) વચ્ચે સમમિતિ (symmetry) પ્રવર્તે…
વધુ વાંચો >સીબૅક અસર
સીબૅક અસર : જુદી જુદી બે ધાતુઓનાં જંક્શનોને અસમાન તાપમાને રાખતાં વિદ્યુત-ચાલક બળ (electro motive force – EMF) પેદા થવાની ઘટના. તેની શોધ સીબૅકે 1821માં કરી હતી. આવી રચનામાં વિદ્યુત-ચાલક બળને લીધે પરિપથમાં વિદ્યુત-પ્રવાહનું વહન થાય છે. આવી ગોઠવણીને થરમૉકપલ (thermocouple) કહે છે અને આ ઘટનાને સીબૅક અસર કહે છે.…
વધુ વાંચો >સીમાસ્તર (boundary layer)
સીમાસ્તર (boundary layer) : ઘન સીમાઓ નજીક શ્યાનતા(સ્નિગ્ધતા – viscosity)નું મહત્વ ધરાવતા તરલનું પાતળું સ્તર. ઘન સીમાના સંદર્ભમાં જો ઓછી શ્યાનતાવાળું તરલ (જેવું કે હવા, પાણી) સાપેક્ષ ગતિ ધરાવે તો સીમાઓથી ઘણે દૂર ઘર્ષણ-અવયવ (friction factor) જડત્વીય અવયવ(inertial factor)ની સરખામણીમાં નગણ્ય હોય છે, જ્યારે સીમાની નજીક ઘર્ષણ-અવયવ નોંધપાત્ર હોય છે.…
વધુ વાંચો >સુગલન(ગલન-ક્રાંતિક eutectic)-બિંદુ
સુગલન(ગલન–ક્રાંતિક, eutectic)-બિંદુ : પ્રવાહી અવસ્થામાં એકબીજામાં દ્રાવ્ય હોય તેવા બે અથવા વધુ પદાર્થો (સામાન્ય રીતે ધાતુઓ) ધરાવતી પ્રણાલીનું એવું ન્યૂનતમ તાપમાન કે જ્યારે પ્રવાહીમાંથી એક અથવા બીજો ઘટક ઘન સ્વરૂપે અલગ પડવાને બદલે સમગ્ર જથ્થો એક ઘટક હોય તે રીતે ઠરી જાય. આ સમયે મિશ્રણનું જે સંઘટન હોય તેને સુગલનસંઘટન…
વધુ વાંચો >સુઘટ્યતા (plasticity)
સુઘટ્યતા (plasticity) : પદાર્થનો એક પ્રકારનો ગુણધર્મ. ભૌતિકવિજ્ઞાન (physics) તથા પદાર્થવિજ્ઞાન(material’s science)માં સુઘટ્યતા એક પ્રકારનો ગુણધર્મ છે. તેમાં બાહ્ય બળ આપતાં પદાર્થ કાયમી વિરૂપણ (deformation) પામતો હોય છે. સુઘટ્ય વિકૃતિ (plastic strain) સ્પર્શીય પ્રતિબળ(shear stress)ના કારણે જોવા મળે છે; પરંતુ બટકીને તૂટવાની અથવા ભંગ (brittle fracture) થવાની ઘટના લંબ દિશાના…
વધુ વાંચો >સુદર્શન ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ
સુદર્શન, ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ (જ. 16 સપ્ટેમ્બર 1931, કોટ્ટયમ, કેરળ) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના કણ-ભૌતિકીના ક્ષેત્રના પ્રખર વિદ્વાન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જોડાયા. 1952માં એમ.એ.ની ઉપાધિ આ યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ સંશોધનાર્થે તેઓ વિદેશ ગયા અને 1958માં યુ.એસ.ની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >સુપરસૉનિક ગતિ
સુપરસૉનિક ગતિ : ધ્વનિતરંગોના વેગ કરતાં વધારે વેગ ધરાવતી ગતિ. કોઈ માધ્યમમાં ગતિ કરતા પદાર્થનો વેગ જ્યારે તે માધ્યમમાં ધ્વનિતરંગોના વેગ કરતાં વધારે હોય ત્યારે તે પદાર્થ સુપરસૉનિક ગતિ ધરાવતો કહેવાય. ધ્વનિનું પ્રસરણ દબાણના તરંગો (pressure wave) પ્રમાણે થાય છે. ગતિ કરતા પદાર્થ દ્વારા જે દબાણના તરંગો ઉદભવે તેના કરતાં…
વધુ વાંચો >સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ (microwave background radiation)
સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ (microwave background radiation) : સમગ્ર વિદ્યુતચુંબકીય વર્ણપટ અંતર્ગત અવકાશમાંથી જુદા જુદા તરંગપટવાળું સંસૂચિત થતું વિસૃત (diffused) વિકિરણ. કેટલાંક અજ્ઞાત અને વ્યક્તિગત રીતે મંદ ઉદગમસ્થાનોમાંથી સામૂહિક રીતે મળતું વિકિરણ હોવાનું મનાય છે. તમામ સ્વરૂપોમાં સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ મહત્વનું છે. લગભગ 1 મિલીમિટર તરંગલંબાઈએ તે મહત્તમ અને 2.9 k…
વધુ વાંચો >