ભૂસ્તરશાસ્ત્ર
કાર્બન-14 કાળગણના
કાર્બન-14 કાળગણના : પૃથ્વીના વયનિર્ધારણ માટેની પદ્ધતિ. તેમાં ભૂસ્તરીય, ભૌતિકશાસ્ત્રીય, ખગોલીય તેમજ કિરણોત્સારી જેવી જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે, પરંતુ ટૂંકી ભૂસ્તરીય કાળગણના માટે કાર્બન-14 (14C) પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પુરાતત્વીય તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા નમૂનાના વય-નિર્ધારણ માટે અખત્યાર કરવામાં આવે છે. કાર્બન-14 એ કિરણોત્સારી…
વધુ વાંચો >કાર્બોનિફેરસ યુગ
કાર્બોનિફેરસ યુગ : ભૂસ્તરીય અતીતનો ઇતિહાસ દર્શાવતો એક મહત્વનો યુગ. બ્રિટનમાં ડેવોનિયન અને પરમિયન યુગો દરમિયાન કોલસાના (કાર્બનયુક્ત) ખડકો બન્યા; તેને અનુસરીને અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી વિલિયમ કોનિબિયર અને વિલિયમ ફિલિપ્સે (1822) આ બે યુગો વચ્ચેના કાળને કાર્બોનિફેરસ યુગ નામ આપ્યું. આ બે યુગ દરમિયાન મધ્ય ઇંગ્લૅન્ડના ઉત્તર વિસ્તારમાં કોલસાના કાર્બનયુક્ત ખડકો…
વધુ વાંચો >કાર્બોનિફેરસ રચના (carboniferous system)
કાર્બોનિફેરસ રચના (carboniferous system) : ડબ્લ્યૂ. ડી. કોનિબિયરે 1822માં ઇંગ્લૅન્ડમાં મળી આવતા ‘કોલસાના થર’, ‘મિલસ્ટોન ગ્રિટ’ અને ‘માઉન્ટન લાઇમસ્ટોન’થી બનેલી ખડકસ્તરશ્રેણી માટે સર્વપ્રથમ ‘કાર્બોનિફેરસ રચના’ શબ્દ સૂચવેલો, જે મુખ્યત્વે તો તેમાંના કોલસાને જ લાગુ પડતો હતો; દુનિયાભરમાં મળી આવતા કોલસાના જથ્થાની આ સમયની સ્તરશ્રેણીનો સમય દર્શાવતો શબ્દપ્રયોગ. ભૂસ્તરીય કાળગણના મુજબ…
વધુ વાંચો >કાર્બોનેટાઇટ
કાર્બોનેટાઇટ : એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત આલ્કલી ખડક. તે ચૂનાખડક જેવો દેખાતો હોવા છતાં ચૂનાખડકનો સમાનઅર્થી નથી, પરંતુ ઘણાં સ્થાનોમાં અંતર્ભેદિત અગ્નિકૃત આલ્કલી ખડકો સાથે મળી આવતો અંતર્ભેદિત કાર્બોનેટ ખડક છે. કાર્બોનેટાઇટ મુખ્યત્વે કૅલ્સાઇટ અને ડૉલોમાઇટ ખનિજોથી બનેલો, સ્ફટિકમય કણરચનાવાળો એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત ખડક છે. તેના બંધારણમાં કૅલ્સાઇટ અને…
વધુ વાંચો >કાર્સ્ટ સ્થળર્દશ્ય
કાર્સ્ટ સ્થળર્દશ્ય : ચૂનાખડકવાળા વિસ્તારોમાં ઉદભવતાં સપાટી પરનાં અનિયમિત આકારવાળાં સ્થળર્દશ્યો. આ વિસ્તારોમાં ભૂગર્ભજળ એક વિશિષ્ટ પ્રાકૃતિક બળ તરીકે કાર્ય કરે છે. ભૂગર્ભજળની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચૂનાખડકવાળા વિસ્તારોમાં ડૂબક બખોલ (swallow holes), ભૂગર્ભપ્રવહનમાર્ગ (underground channels), પ્રાકૃતિક કમાન (natural arch) કે પ્રાકૃતિક સેતુ (natural bridge) જેવી લાક્ષણિક રચનાઓ તૈયાર થાય છે.…
વધુ વાંચો >કાંપ (alluvium)
કાંપ (alluvium) : અર્વાચીન નદીઓની રચનાત્મક ક્રિયા દ્વારા ઉદભવતા જતા કણજન્ય નિક્ષેપો માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય પર્યાય. આ પર્યાય હેઠળ નદીતળ, પૂરનાં મેદાનો, મુખત્રિકોણ, સરોવર, પહાડી પ્રદેશોના ઢોળાવના તળેટી વિસ્તારો તેમજ નદીનાળ પ્રદેશોમાં એકત્રિત થતા નિક્ષેપોનો સમાવેશ કરી શકાય. રેતી, માટી અને સિલ્ટ જેવા સૂક્ષ્મ કણોથી બનેલો સ્વચ્છ જળજન્ય નિક્ષેપ…
વધુ વાંચો >કિમ્બરલાઇટ
કિમ્બરલાઇટ : અલ્ટ્રાબેઝિક ખડક. મૂળ નામ માઇકાપેરિડોટાઇટ. મૅગ્મામાંથી બનેલો અંત:કૃત ઉત્પત્તિવાળો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. તેના ખનિજબંધારણમાં મુખ્યત્વે ઓલિવિન છે. તેની સાથે થોડા પ્રમાણમાં બાયોટાઇટ ખનિજ પણ મળી આવે છે. દક્ષિણ આફ્રિકાના કિમ્બરલી વિસ્તારમાં મળતો હોવાથી તેને કિમ્બરલાઇટ નામ અપાયું છે. અહીંના જ્વાળામુખી કંઠમાં આ ખડક પુરવણી સ્વરૂપે મળી આવે છે.…
વધુ વાંચો >કીમતી ખનિજો (રત્નો)
કીમતી ખનિજો (રત્નો) : ટકાઉપણું, સુંદરતા અને વિરલતા જેવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતાં ખનિજો. હાથીદાંત, પરવાળાં, મોતી કે અંબર જેવાં પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય દ્રવ્યો જ કીમતી હોઈ શકે એવું નથી, ખનિજ પર્યાય હેઠળ સમાવિષ્ટ થતાં હીરા, માણેક, નીલમ, પન્નું, પોખરાજ, ચંદ્રમણિ વગેરે પણ બહુમૂલ્ય હોય છે. બેશક, સુવર્ણ, ચાંદી કે પ્લૅટિનમ…
વધુ વાંચો >કીરેટોફાયર
કીરેટોફાયર : એક પ્રકારનો જ્વાળામુખી ખડક. મૂળભૂત રીતે સોડા ફેલ્સ્પારયુક્ત ટ્રેકાઇટ લક્ષણવાળા જ્વાળામુખી ખડકને કીરેટોફાયર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ શબ્દનો ઉપયોગ, આલ્બાઇટ અથવા આલ્બાઇટ-ઓલિગો ક્લેઝ, ક્લોરાઇટ, એપિડોટ અને કેલ્સાઇટ જેવાં વિશિષ્ટ ખનિજોના બનેલા બધા જ સેલિક (આછા રંગવાળા) લાવાના ખડકો તેમજ ડાઇક ખડકો માટે કરવામાં આવે છે.…
વધુ વાંચો >કુસ્થિત ખડક
કુસ્થિત ખડક : હિમનદીઓના વિસ્તારમાં મળતો અસ્થિર સ્થિતિમાં રહેલ ખડક. હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતો શિલાચૂર્ણ જથ્થો હિમનદીની સાથે સાથે વહનક્રિયા પામે છે. આ પ્રકારના શિલાચૂર્ણમાં ખડકોના વિવિધ કદના નાનામોટા ટુકડા પણ હોય છે. મોટા ટુકડાને વિસંગત ખડક પણ કહે છે. ક્યારેક આવા વિસંગત ખડકો અસ્થિર સ્થિતિમાં ક્યાંક સ્થાપિત બની રહે છે,…
વધુ વાંચો >