ભૂગોળ
વિષુવવૃત્ત (equator)
વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ…
વધુ વાંચો >વિસનગર
વિસનગર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 72° 33´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 493 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં વિસનગર શહેર અને 60 ગામડાં આવેલાં છે. આ તાલુકાનો ઉત્તર વિભાગ સમતળ છે, જ્યારે દક્ષિણ…
વધુ વાંચો >વિસાયસ ટાપુઓ
વિસાયસ ટાપુઓ : ફિલિપાઇન્સના લ્યુઝોન અને મિન્ડાનાઓ વચ્ચે આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9°થી 12° ઉ. અ. અને 122°થી 124° 30´ પૂ. રે. વચ્ચેનો 56,607 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહમાં ઘણા ટાપુઓ આવેલા છે. તેમાં સમાર, નિગ્રોસ, પનાય, લેયટ, સીબુ અને બોહોલ મુખ્ય છે.…
વધુ વાંચો >વિસાવદર
વિસાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું નગર (તાલુકામથક). ભૌગોલિક સ્થાન : આ તાલુકો 21° 30´ ઉ. અ. અને 70° 55´ પૂ. રે.ની આજુબાજુનો 902 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગીરના જંગલની ઉત્તર સરહદે આવેલું છે. આ તાલુકામાં વિસાવદર નગર અને 98 ગામો…
વધુ વાંચો >વિસ્કૉન્સિન
વિસ્કૉન્સિન : યુ.એસ.ના મધ્ય-ઉત્તર ભાગમાં સરોવરપ્રદેશથી પશ્ચિમમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 30´થી 47° 00´ ઉ. અ. અને 86° 30´થી 93° 00´ પ. રે. વચ્ચેનો 1,45,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપીરિયર સરોવર અને મિનેસોટા રાજ્ય, ઈશાનમાં મિશિગન રાજ્ય, પૂર્વમાં મિશિગન સરોવર, દક્ષિણમાં ઇલિનૉય…
વધુ વાંચો >વિસ્તુલા નદી
વિસ્તુલા નદી : પૂર્વ-મધ્ય યુરોપનો મહત્વનો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 18° 55´ પૂ. રે.. પોલૅન્ડનો જળવ્યવહાર આ નદીના જળમાર્ગથી થાય છે. આ નદી દક્ષિણ પોલૅન્ડમાં કાર્પેથિયન પર્વતોમાંથી નીકળે છે, ત્યાંથી તે ઉત્તર તરફ વર્તુળાકાર માર્ગ ગ્રહણ કરે છે, અને વૉર્સો શહેરને વીંધીને પસાર થાય છે.…
વધુ વાંચો >વિંધ્ય હારમાળા
વિંધ્ય હારમાળા : ભારતના મધ્ય ભાગમાં ઊંચાણવાળો પ્રદેશ રચતી તૂટક હારમાળા. તે ગુજરાતની પૂર્વ દિશાએથી શરૂ થઈ, મધ્યપ્રદેશને વીંધીને ઉત્તરપ્રદેશના વારાણસી નજીક ગંગાની ખીણ પાસે અટકે છે. આ રીતે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી આ હારમાળાની લંબાઈ આશરે 1,086 કિમી. જેટલી છે. પશ્ચિમ તરફ તે માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણ ધાર રચે છે; ત્યાંથી તે…
વધુ વાંચો >વીરન અળગુમુથુ (થેની)
વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું…
વધુ વાંચો >વીરપુર
વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ…
વધુ વાંચો >વીરમગામ
વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે મહેસાણા જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…
વધુ વાંચો >