ભૂગર્ભજળ
ભૂગર્ભજળ
ભૂગર્ભજળ (Underground Water) અધોભૌમિક જળ. ભૂમિસપાટી નીચે ખડકસ્તરોમાં રહેલું જળ. વર્ષાજળ, ખડકછિદ્રજળ કે મૅગ્માજન્ય જળના એકઠા થવાથી ભૂપૃષ્ઠના ખડકસ્તરોમાં ભૂગર્ભજળરાશિ તૈયાર થાય છે. ભૂગર્ભજળ-સપાટી એ જળસંતૃપ્ત વિભાગની ઉપલી સપાટી છે. તે ભૂપૃષ્ઠની નીચે તરફ હવા-ઉપલબ્ધિ-વિભાગ(aerated zone)ની નિમ્નતમ સીમામર્યાદાનું તલ બાંધી આપે છે, અર્થાત્ એટલો વિભાગ તેની છિદ્રજગાઓમાં હવા અને જળથી…
વધુ વાંચો >