ભરત નવીનચંદ્ર પંચાલ

અનિદ્રા

અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવાની તકલીફ. અનિદ્રા સાપેક્ષ તકલીફ છે. કાયમ ચારથી પાંચ કલાક સૂવા ટેવાયેલા માટે તેટલી ઊંઘ પૂરતી હોય છે. પણ છથી સાત કલાક સૂવા ટેવાયેલા માટે ચાર કલાકની ઊંઘ અપૂરતી હોઈ શકે. નવજાત શિશુ આશરે 18 કલાક ઊંઘે છે. નાનાં બાળકો દિવસના બાર કલાક કે તેથી…

વધુ વાંચો >

અનુકૂલન-વિકારો

અનુકૂલન-વિકારો (adjustment disorders) : વિપરીત પરિસ્થિતિમાં માનસિક રીતે ગોઠવાવાની તકલીફ. તે સ્પષ્ટ ઓળખી શકાય તેવા બનાવ કે પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે ઉદભવતી વિકારી પ્રતિક્રિયાઓ (maladaptive reactions) છે. આ પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સમાપ્ત થતાં કે અન્યથા મનનું સમાધાન થતાં, શમી જાય છે. આ પ્રતિક્રિયાઓને લીધે વ્યક્તિનાં સામાજિક અને વ્યાવસાયિક કાર્યોમાં ક્ષતિ…

વધુ વાંચો >

આપઘાત

આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…

વધુ વાંચો >

બાલમનશ્ચિકિત્સાવિદ્યા

બાલમનશ્ચિકિત્સાવિદ્યા (child psychiatry) બાળકોમાં થતા માનસિક વિકારો તથા રોગોની સારવાર. બાળકોમાં વર્તન અને માનસિકતા(psychology)ના વિકારો સમજવા માટે તેમના વિકાસની સામાન્ય પ્રક્રિયા સમજવી જરૂરી ગણાય છે. બાળકોનો સામાન્ય માનસિક વિકાર : કોઈ બે બાળકો એકબીજાંથી અલગ પડે છે, તેમ છતાં તેમનાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલાંક સામાન્ય તથ્યો અને પ્રક્રિયાઓ જોવા…

વધુ વાંચો >