બેટસન વિલિયમ

બેટસન, વિલિયમ

બેટસન, વિલિયમ (જ. 1861, વ્હિટ્બી યૉર્કશાયર; અ. 1926, લંડન) : આધુનિક જનીનવિદ્યા(genetics)નો પાયો નાંખનાર પ્રખર બ્રિટિશ વિજ્ઞાની. આદ્યશૂળત્વચીઓ (primitive echinodermis), એક જમાનામાં મેરુદંડી(chordates)ના પૂર્વજો હતા તેની સાબિતી તુલનાત્મક ગર્ભવિદ્યાના આધારે (1885) આપનાર બેટસન ડાર્વિનના ખાસ સમર્થક હતા. સતત ભિન્નતાને અધીન રહીને ઉત્ક્રાંતિ ઉદભવતી નથી; ઉત્ક્રાંતિનો પાયો અસતત (discontinuous) ભિન્નતામાં રહેલો…

વધુ વાંચો >