બીડ (ભરતર લોખંડ–cast iron) : કાચા લોખંડ(pig iron)નું અમુક પ્રમાણમાં શુદ્ધીકરણ કરી તૈયાર કરવામાં આવતું ભરતર લોખંડ. બીડ મેળવવા ક્યુપોલા ભઠ્ઠી, હવા ભઠ્ઠી, રેવર બૅટરી ભઠ્ઠી, ‘ટિલ્ટિંગ પૉટ’ ભઠ્ઠી કે ઇલેક્ટ્રિક ભઠ્ઠી વપરાય છે. ભઠ્ઠીમાં પિગ આયર્ન ઉપરાંત લોખંડનો ભંગાર નાખવામાં આવે છે. જે જગ્યાએ પિગ આયર્નને ગાળીને જરૂરી આકારમાં…
વધુ વાંચો >