બિંદુ ભટ્ટ

પ્રિયપ્રવાસ (1914)

પ્રિયપ્રવાસ (1914) : કવિશ્રી અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’નું ખડી બોલી હિંદીનું સર્વપ્રથમ પ્રબંધકાવ્ય. ‘પ્રિયપ્રવાસ’નું કથાનક ‘શ્રીમદ્ ભાગવત’માંથી લેવામાં આવ્યું છે. કુલ 17 સર્ગોમાં વિભાજિત વિરહકાવ્યનો મુખ્ય પ્રસંગ છે કૃષ્ણનું મથુરાગમન. કથાનકના સૂક્ષ્મ સૂત્રને કારણે કેટલાક વિદ્વાનો ‘પ્રિયપ્રવાસ’ને મહાકાવ્ય માનતા નથી. અહીં વિરહની વિવિધ ભાવદશાઓનું મુખ્યત્વે ચિત્રણ થયું છે. કાવ્યના આરંભે કૃષ્ણને…

વધુ વાંચો >

બાણભટ્ટ કી આત્મકથા (1946)

બાણભટ્ટ કી આત્મકથા (1946) : હિંદી સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની ઐતિહાસિક નવલકથા. તેમાં નાયક બાણની આત્મકથા બાણની જ શૈલીમાં રજૂ થઈ છે. બાણભટ્ટ, નિપુણિકા અને ભટ્ટિનીના પ્રણયત્રિકોણની કથાની આસપાસ સાતમી-આઠમી શતાબ્દીના ભારતનું સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિર્દશ્ય તેમણે ગૂંથી લીધું છે. પ્રેમ અને સમર્પણની ઉદાત્ત ભાવનાથી રસાયેલી આ નવલકથામાં…

વધુ વાંચો >

બિહારી

બિહારી (જ. 1595, ગ્વાલિયર; અ. 1663) : એકમાત્ર કાવ્યગ્રંથ દ્વારા હિંદી કવિતાના ઇતિહાસમાં અનન્ય સ્થાન મેળવનાર કવિ. પિતાનું નામ કેશવરાય. બિહારીએ પિતાના ગુરુ મહંત નરહરિદાસ પાસે સંસ્કૃત-પ્રાકૃતના કાવ્યગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી બિહારી પોતાના સાસરે, મથુરામાં રહ્યા. નિ:સંતાન બિહારીએ પોતાના ભત્રીજા નિરંજનને દત્તક લીધો હતો. બિહારીએ આગ્રા જઈને ઉર્દૂ-ફારસીનું…

વધુ વાંચો >

ભારતી, ધર્મવીર

ભારતી, ધર્મવીર (જ. 1926, અલ્લાહાબાદ; અ. 1998) : હિંદી ભાષાના લેખક. પિતા ચિરંજીવલાલ શર્મા અને માતા ચંદાદેવી. આઠમા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં મામાની છત્રછાયામાં અભ્યાસ કર્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને અભ્યાસમાં વિઘ્ન આવ્યું. 1945માં બી.એ.માં સર્વાધિક ગુણ મેળવી ‘ચિંતામણિ ઘોષ મંડલ’ પુરસ્કાર મેળવ્યો. એમ.એ. કર્યા…

વધુ વાંચો >

ભિખારીદાસ

ભિખારીદાસ (અઢારમી સદીમાં હયાત. ટ્રયોંગા, જિ. પ્રતાપગઢ, ઉત્તર ભારત) : હિંદી સાહિત્યના રીતિકાલીન આચાર્ય. કવિઓમાં સર્વાધિક આદરણીય કવિ. કાયસ્થ પરિવારમાં જન્મ. સને 1725–1760નો સમયગાળો તેમની કાવ્યરચનાનો ગાળો માનવામાં આવે છે. કેટલોક સમય તેમણે પ્રતાપગઢના રાજા પૃથ્વીસિંહના ભાઈ હિંદુપતિસિંહના દરબારમાં ગાળ્યો હતો. ભિખારીદાસના રચેલા 7 ગ્રંથો મળે છે : ‘રસસારાંશ’, ‘કાવ્યનિર્ણય’,…

વધુ વાંચો >

ભૂલે બિસરે ચિત્ર

ભૂલે બિસરે ચિત્ર (1959) : પ્રસિદ્ધ હિંદી નવલકથાકાર ભગવતીચરણ વર્માની બૃહદ્ નવલકથા. તેમાં 1850–1930ના સમયપટને આવરી લેતી 4 પેઢીઓની બદલાતી જીવનર્દષ્ટિની કથા છે. મુનશી શિવલાલનો પુત્ર જ્વાલાપ્રસાદ અંગ્રેજ કલેક્ટરની કૃપાથી નાયબ મામલતદાર બને છે, તો જ્વાલાપ્રસાદનો પુત્ર ગંગાપ્રસાદ સીધો નાયબ કલેક્ટર બની જાય છે. તેનો પુત્ર જ્ઞાન બધાથી જુદો પડી…

વધુ વાંચો >

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’ (જ. 1897, ભયાના ગામ, મધ્યપ્રદેશ; અ. 29 એપ્રિલ 1960) : હિંદી કવિ અને રાજકારણી. બાળપણના નાથદ્વારાના વૈષ્ણવ પરિવેશની અસર એમના પર પડી. અગિયારમે વર્ષે શિક્ષણનો પ્રારંભ; 1917માં કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ. માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉજ્જૈનની માધવ કૉલેજે કવિને રાજનીતિ પ્રત્યે આકર્ષિત કર્યા. 1916માં લખનૌ મુકામે…

વધુ વાંચો >