પ્ર. બે. પટેલ
સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર)
સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર) : જે સંયોજનોની સંરચના સંયોજકતા-બંધ (valence bond) પદ્ધતિ વડે રજૂ થતી કોઈ એક (સંરચના) વડે ચોકસાઈપૂર્વક દર્શાવી ન શકાય તેમની સાચી રાસાયણિક સંરચના દર્શાવવા માટે ક્વાટમ યાંત્રિકીય ગણતરીઓ (considerations) પર આધારિત ગાણિતિક કલ્પના (concept). અણુઓ માટે તે ગાણિતિક રીતો દ્વારા શ્રોડિંજર સમીકરણના ઉકેલ (solution) માટેનું સંયોજકતા-બંધ-પદ્ધતિનું એક…
વધુ વાંચો >સુપરફૉસ્ફેટ (superphosphate)
સુપરફૉસ્ફેટ (superphosphate) : જમીનની ફળદ્રૂપતા જાળવી રાખવામાં ખાતર તરીકે ઉપયોગી એવું ફૉસ્ફરસયુક્ત અકાર્બનિક સંયોજન. ફૉસ્ફરસ એ વનસ્પતિ માટે આવશ્યક તત્વી પૈકીનું એક છે; પણ તત્વીય ફૉસ્ફરસ ઘણું જ સક્રિય હોવાથી કુદરતમાં તે મુક્ત અવસ્થામાં મળી આવતું નથી. તે સંયોજિત સ્થિતિમાં — વિવિધ સંયોજનો રૂપે મળી આવે છે. ફૉસ્ફેટ-ખડક (phosphate rock)…
વધુ વાંચો >સેપોજેનિન (Sapogenin)
સેપોજેનિન (Sapogenin) : સેપોનિનના જળવિભાજનથી મળતાં ઉચ્ચ આણ્વીય એગ્લાયકોનિક સમૂહોવાળાં સંયોજનો. છોડવાઓની અનેક જાતિઓમાં તે સ્ટીરૉઇડ અથવા ટ્રાઇટર્પિનૉઇડ સમૂહોનાં વ્યુત્પન્નો તરીકે ગ્લાયકોસાઇડ સ્વરૂપે મળે છે; આથી સેપોનિનના જળવિભાજનથી સેપોજેનિનની સાથે સાથે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ઝાયલોઝ (xylose), રહેંમ્નોઝ (rhamnose), એરેબિનોઝ (arabinose) જેવી શર્કરાઓ પણ મળે છે. સેપોનિનનું શુદ્ધીકરણ કરવું ઘણું મુશ્કેલ હોવાથી…
વધુ વાંચો >સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર)
સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર) : વનસ્પતિમાં મળી આવતો ગ્લુકોઝ એકમોની લાંબી, અશાખાન્વિત (unbranched) શૃંખલા ધરાવતો બહુશર્કરાયુક્ત (polysaccharide) ઘટક. સૂત્ર (C6H10O5)n. ઈ. પૂ. 3500ના અરસામાં ઇજિપ્શિયનો કેટલાક જલજ (aquatic) બરુ(reeds)ની મજ્જા(pith)માંથી લખવા માટેનો પપાયરસ (papyrus) નામનો કાગળ બનાવતા હતા. ‘સેલ્યુલોઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1840 આસપાસ કૃષિવિજ્ઞાની જીન બાપ્ટિસ્ટ પાયેને કર્યો હતો. તે છોડ…
વધુ વાંચો >