પ્રાણીશાસ્ત્ર

ડુક્કર

ડુક્કર (pig/swine) : સમખુરી (artiodactyla) શ્રેણીનું બિન-વાગોળનાર સુસ પ્રજાતિનું સસ્તન પ્રાણી. ભારતના પાલતુ ડુક્કરનું શાસ્ત્રીય નામ : sus cristatus. જંગલી ડુક્કર (શાસ્ત્રીય નામ Sus scrota) તેના એક વખતના પૂર્વજો હતા. ડુક્કર વરાહ કે ભુંડ તરીકે પણ જાણીતું  છે. શૂકર અથવા સૂવર (hog) તેનાં અન્ય નામો છે. અંગ્રેજીમાં નર, માદા અને…

વધુ વાંચો >

ડૉબ્ઝેન્સ્કી, થીઓડોસિયસ

ડૉબ્ઝેન્સ્કી, થીઓડોસિયસ (જ. 25 જાન્યુઆરી 1900, નેમિરૉન (રશિયા); અ. 18 ડિસેમ્બર 1975, ડેવિસ (કૅલિફૉર્નિયા) : સુપ્રસિદ્ધ અમેરિકન જીવવિજ્ઞાની. આધુનિક જનીનવાદ અને ઉત્ક્રાંતિવાદના ક્ષેત્રે તેમનું  પ્રદાન મહત્વનું છે. ડૉબ્ઝેન્સ્કીએ અભ્યાસની શરૂઆત કીવ(રશિયા)માં કરી અને ત્યાં પ્રાણીવિજ્ઞાનના શિક્ષક બન્યા. 1926માં તેઓ લેનિનગ્રાડમાં જનીન-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને તે જ વર્ષે રશિયન એકૅડેમીના…

વધુ વાંચો >

ડૉલ્ફિન

ડૉલ્ફિન : સેટેશિયા શ્રેણીનાં ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટાભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે. ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs)…

વધુ વાંચો >

ડ્રીશ, હાન્સ ઍડોલ્ફ એડ્વર્ડ

ડ્રીશ, હાન્સ ઍડોલ્ફ એડ્વર્ડ (જ. 18 ઑક્ટોબર 1867, બાદ ફ્યૂમેનાક; અ. 16 એપ્રિલ 1941, લાઇપઝિગ) : જાણીતા જર્મન પ્રાણીવિજ્ઞાની. તે પ્રાયોગિક ગર્ભવિજ્ઞાનના નિષ્ણાત અને પ્રાણ તત્વવાદ(vitalism)ના હિમાયતી હતા. ડ્રીશની માતા ઘરમાં અસામાન્ય એવાં પ્રાણીઓ પાળવાની શોખીન હતી. પરિણામે, બાળપણથી જ ડ્રીશ પ્રાણીવિજ્ઞાન તરફ આકર્ષાયા. હેકેલના માર્ગદર્શન હેઠળ યેનામાં ડૉક્ટોરલ સંશોધન…

વધુ વાંચો >

તૃણમણિ

તૃણમણિ : જુઓ, અંબર

વધુ વાંચો >

તેતર

તેતર (partridge) : સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા…

વધુ વાંચો >

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં)

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં) : સમતોલ આહારના અભાવે પશુઓને થતા રોગો. અન્ય પ્રાણીઓની જેમ પશુપોષણમાં પણ કાર્બોદિતો, મેદઅમ્લ, પ્રોટીન, વિટામિનો ઉપરાંત ખનિજતત્વો અગત્યનાં છે. ખનિજતત્વોના બે વિભાગ છે : (1) મુખ્ય ખનિજ દ્રવ્યો–કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ, ગંધક, મૅગ્નેશિયમ, ક્લોરિન વગેરે તથા (2) વિરલ દ્રવ્યો (trace elements) –લોહ, તાંબું, આયોડિન, કોબાલ્ટ, જસત,…

વધુ વાંચો >

દરજીડો અથવા દરજી

દરજીડો અથવા દરજી : ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી…

વધુ વાંચો >

દરિયાઈ નિવસનતંત્ર

દરિયાઈ નિવસનતંત્ર : જુઓ, નિવસનતંત્ર

વધુ વાંચો >

દારા (Indian tassel fish)

દારા (Indian tassel fish) : ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે મળતી એક અગત્યની માછલી. આ અસ્થિયુક્ત માછલીનો સમાવેશ પૉલિનેમિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ Polynemus indicus. આ કુળની માછલીઓના સ્કંધમીન પક્ષનો આગળનો ભાગ તંતુમય હોય છે. દારામાં આ તંતુઓ લાંબા અને ગુદામીનપક્ષ સુધી પ્રસરેલા હોય છે. તેથી દારા માછલી ‘giant thread…

વધુ વાંચો >