પ્રાણીશાસ્ત્ર

અગાસિઝ, રોડોલ્ફ લૂઇ

અગાસિઝ, રોડોલ્ફ લૂઇ (જ. 28 મે 1807 સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 14 ડિસેમ્બર 1873 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન પ્રકૃતિવિજ્ઞાની. તેમણે મત્સ્ય અશ્મિ અને હિમયુગ વિશે પાયાનું કામ કરેલું. તે મ્યુનિક યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના સ્નાતક (1829) અને એર્લાંગેન યુનિવર્સિટીના ઔષધશાસ્ત્રના સ્નાતક હતા. તેમણે પૅરિસમાં જ્યોર્જિસ કુવિયેર સાથે તુલનાત્મક શરીરરચનાશાસ્ત્રમાં કામ કર્યું હતું. 1832માં સ્વિટ્ઝર્લૅન્ડની…

વધુ વાંચો >

અજગર

અજગર (Python) : એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે ખંડોના દેશોમાં મળી આવતો સૌથી મોટો બિનઝેરી સર્પ. ઉપસમુદાય પૃષ્ઠવંશી, વર્ગ સરીસૃપ. શ્રેણી : સ્ક્વૅમાય, ઉપશ્રેણી ઓફિડિયા, કુળ બોઇડે, પ્રજાતિ પાયથૉન. અજગર અંગેની સૌપ્રથમ જાણકારી સેબાએ 1734માં આપી. ભારતમાં બે જાતિના અજગર વસે છે : પી. રેટિક્યુલેટસ અને પી. મૉલ્યુરસ. રેટિક્યુલેટસ આશરે 6થી…

વધુ વાંચો >

અધિચર્મ

અધિચર્મ : જુઓ, આવરણતંત્ર.

વધુ વાંચો >

અનુકરણ (પ્રાણીશાસ્ત્ર)

અનુકરણ (પ્રાણીશાસ્ત્ર) (mimicry) : બધા સજીવો ચોક્કસ રંગ, ભાત (pattern) અને આકાર ધરાવે છે, જે તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે. તેઓ જીવન ટકાવી રાખવા અન્ય પ્રાણી કે વનસ્પતિની નકલ કરે છે. તેને અનુકરણ કહે છે. જોકે અસામાન્ય કે અશક્ય જણાતી ક્રિયાઓનું અનુકરણ મનુષ્ય અને ચિમ્પાન્ઝી જેવાં સસ્તનો પૂરતું જ મર્યાદિત…

વધુ વાંચો >

અનુકૂલન (જીવવિજ્ઞાન)

અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…

વધુ વાંચો >

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અપૃષ્ઠવંશી

અપૃષ્ઠવંશી (Invertebrates) કરોડસ્તંભ વિનાનાં પ્રાણીઓ. પ્રાણીજગતમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે. તેમનામાં રહેલાં સામ્ય અને ભેદને અનુસરીને પ્રાણીસમૂહોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવા બે મોટા સમૂહોને (1) અપૃષ્ઠવંશી અને (2) પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓને પૃષ્ઠબાજુએ આધાર આપનાર કરોડસ્તંભ હોતો નથી, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓને કરોડસ્તંભ હોય છે.…

વધુ વાંચો >

અભયારણ્ય

અભયારણ્ય  ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ અનુસાર પર્યાવરણ અને વનસંપત્તિ તથા પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને મુક્ત વિહાર માટે રચવામાં આવેલા રક્ષિત વિસ્તારો. ભારતમાં પ્રાચીનકાળથી વન્યજીવન અને તેના સંરક્ષણને મહત્વ અપાયેલું છે. ઋષિઓના આશ્રમો પણ જંગલો વચ્ચે જ હતા, એટલે ત્યાં વનનાં પશુ-પક્ષીઓનાં કાર્ય અને સંરક્ષણની જાણકારી મળતી. કૌટિલ્ય (ઈ. પૂ. 300)ના ‘અર્થશાસ્ત્ર’માં…

વધુ વાંચો >

અભિસરણતંત્ર

અભિસરણતંત્ર (Circulatory system) પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર. પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે…

વધુ વાંચો >

અમીબા

અમીબા : સમુદાય : પ્રજીવ (protozoa) વર્ગ મૂળપદી (Rhizopoda), શ્રેણી : લોબોઝા(lobosa)ની એક પ્રજાતિ  અમીબા (Amoeba). ભારતમાં સામાન્યપણે મળી આવતું અમીબા A. proteusના નામે ઓળખાય છે. રંગ વગરનું, સ્વચ્છ, જેલી જેવું અને સતત આકાર બદલતું તે એકકોષી સૂક્ષ્મ પ્રાણી છે. અમીબા 0.2 મિમી.થી 0.6 મિમી. લંબાઈ ધરાવે છે. મીઠા પાણીનાં…

વધુ વાંચો >