પ્રહલાદ બે. પટેલ
સેપોનિન (Saponin)
સેપોનિન (Saponin) : પાણી સાથે હલાવતાં સાબુની માફક ફીણ જેવું કલિલી દ્રાવણ આપતાં વિષાળુ ગ્લાયકોસાઇડ સંયોજનોનો એક પ્રકાર. વનસ્પતિસૃષ્ટિમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એશિયા તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણ (subtropical) વિસ્તારોમાં તેમજ પ્રશાંત (Pacific) મહાસાગરના દ્વીપોમાં થતાં વૃક્ષો અને છોડવાઓની જાતો (species) સોપબેરી (soapberry) તરીકે…
વધુ વાંચો >સેલિસિલિક ઍસિડ (Salicylic acid)
સેલિસિલિક ઍસિડ (Salicylic acid) : ઍરોમેટિક કાર્બોક્સિલિક વર્ગનો હાઇડ્રૉક્સિ (અથવા ફિનોલિક) ઍસિડ. તે ઑર્થોહાઇડ્રૉક્સિ અથવા 1-હાઇડ્રૉક્સિબેન્ઝૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર, C6H4(OH)(COOH). કુદરતી રીતે તે ઓછી માત્રામાં ઘણા છોડવાઓમાં, ખાસ કરીને સ્પિરિયા(Speraea)ની વિવિધ જાતિઓમાં, મુક્ત સ્વરૂપે મળી આવે છે. એસ્ટર રૂપે પણ તે મળી આવે છે; દા.ત., વિન્ટરગ્રીન(wintergreen)ના તેલમાં…
વધુ વાંચો >સ્ટાઇન વિલિયમ હૉવર્ડ
સ્ટાઇન, વિલિયમ હૉવર્ડ (Stein, William Howard) (જ. 25 જૂન 1911, ન્યૂયૉર્ક; અ. 2 ફેબ્રુઆરી 1980, ન્યૂયૉર્ક શહેર) : પ્રોટીનની આણ્વિક સંરચના અંગેના અભ્યાસ બદલ 1972ના વર્ષના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. 1938માં સ્ટાઇને કોલંબિયા કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ, ન્યૂયૉર્ક શહેરમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ ન્યૂયૉર્ક…
વધુ વાંચો >સ્ટિયરિક ઍસિડ (stearic acid)
સ્ટિયરિક ઍસિડ (stearic acid) : લાંબી સરળ શૃંખલાવાળા ચરબીજ ઍસિડો પૈકી સૌથી વધુ સામાન્ય એવો સંતૃપ્ત (saturated) ચરબીજ ઍસિડ. તેને ઑક્ટાડેકાનૉઇક (octadecanoic) ઍસિડ પણ કહે છે. રાસાયણિક સૂત્ર C18H36O2 અથવા CH3(CH2)16COOH. ટેલો (tallow) અર્થ ધરાવતા ગ્રીક શબ્દ ઉપરથી તેનું નામ સ્ટિયરિક ઍસિડ પડ્યું છે. કુદરતમાં તે મુખ્યત્વે લાંબી શૃંખલાવાળા અન્ય…
વધુ વાંચો >