પ્રહલાદ છ. પટેલ

હેસ વિક્ટર ફ્રાન્ઝ

હેસ, વિક્ટર ફ્રાન્ઝ (જ. 24 જૂન 1883, વાલ્દે સ્ટીન, કેસલ, ઑસ્ટ્રિયા; અ. 17 ડિસેમ્બર 1964, ન્યૂયૉર્ક) : બ્રહ્માંડ (કૉસ્મિક) વિકિરણની શોધ કરવા બદલ  સી. ડી. એન્ડરસનની ભાગીદારીમાં  1936ના વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. વિક્ટર ફ્રાન્ઝ હેસ તમામ શિક્ષણ ગ્રાઝ ખાતે લીધું જિમ્નેસિયમ 1893થી 1901 દરમિયાન. ત્યારબાદ 1901થી 1905 દરમિયાન…

વધુ વાંચો >

હૉકિંગ સ્ટીફન

હૉકિંગ, સ્ટીફન (જ. 8 જાન્યુઆરી 1942, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : શ્યામ ગર્ત (black hole), અસામાન્યતા (વિચિત્રતા, singularity) અને વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત – મહાવિસ્ફોટ (big bang) જેવાં બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓના અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની. સ્ટીફન હૉકિંગ તેમનાં માતાપિતા તો ઉત્તર લંડનમાં રહેતાં હતાં; પરંતુ બીજા વિશ્વયુદ્ધના અસ્થિર વાતાવરણમાં ઑક્સફર્ડમાં વસવાનું વધુ સલામત…

વધુ વાંચો >

હોજકિન ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin Dorothy Mary Crowfoot)

હોજકિન, ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin, Dorothy Mary Crowfoot) (જ. 12 મે 1910, કૅરો, ઇજિપ્ત; અ. 29 જુલાઈ 1994, શીપસ્ટન-ઑન-સ્ટૂર, વોરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ મહિલા રસાયણવિદ અને 1964ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. ઑક્સફર્ડની સોમરવિલે કૉલેજમાં હતાં ત્યારે (1928–32) તેમણે સ્ફટિક-વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. 1931માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યાં. તે…

વધુ વાંચો >

હૉફસ્ટેડ્ટર રૉબર્ટ

હૉફસ્ટેડ્ટર, રૉબર્ટ (જ. 5 ફેબ્રુઆરી 1915, ન્યૂયૉર્ક; અ. 1990) : પારમાણ્વિક ન્યૂક્લિયસમાં ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણનના પ્રારંભિક અભ્યાસ અને ન્યૂક્લિયૉનના બંધારણ(સંરચના)ને લગતી શોધો માટે રૂડોલ્ફ લુડ્વિગ મોસબૌર(Mossbauer)ની ભાગીદારીમાં 1961નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને ઉચ્ચ શાલેય શિક્ષણ ન્યૂયૉર્ક શહેરમાં લીધું. ત્યાંની કૉલેજમાંથી 1935માં બી.એસ.ની ઉપાધિ મેળવી. કૉલેજમાંથી સ્નાતક થતાં હૉફસ્ટેડ્ટરને ગણિતશાસ્ત્ર…

વધુ વાંચો >

હોલરિથ હર્મન

હોલરિથ, હર્મન (જ. 29 ફેબ્રુઆરી 1860, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 17 નવેમ્બર 1929, વૉશિંગ્ટન ડી.સી.) : ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટરના પુરોગામી તરીકે સારણીકોષ્ટક તૈયાર કરવા માટેના યંત્રનો શોધક, આંકડાશાસ્ત્રી અને વ્યવસાયી. હર્મન હોલરિથ 1879માં તે કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ માઇન્સમાંથી સ્નાતક થયો. 1880માં માઇનિંગ ઇજનેર તરીકે બહાર પડ્યો તે પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >