પ્રમોદ રતિલાલ શાહ
યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ (sperm) અને અંડકોષ(ovam)ના સંયોજનથી નિર્માણ થતા ગર્ભ(embryo)ની પ્રાથમિક અવસ્થા. બે બહુકોષીય સજીવો એક જ જાત(species)ના હોવા છતાં તેમનાં બધાં લક્ષણોમાં સમાનતા હોતી નથી. માનવીનો દાખલો લઈએ. એક વ્યક્તિ શ્યામવર્ણી હોય તો બીજી સાવ ગોરી હોઈ શકે છે. તેમનાં માનસિક લક્ષણોમાં પણ તફાવત…
વધુ વાંચો >સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology)
સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology) બૅક્ટેરિયા (જીવાણુ), વાયરસ (વિષાણુ), ફૂગ (Fungi) અને પ્રજીવ (Protozoa) જેવા સૂક્ષ્મજીવોનો જેમાં વિગતવાર અભ્યાસ થાય છે તેવી જીવવિજ્ઞાનની પ્રાયોજિત શાખા. (I) અગાઉ તેનો અભ્યાસ રોગોની અસર જાણવા માટે થતો. 20મી સદીમાં આ સૂક્ષ્મજીવવિજ્ઞાનનો ઝોક દેહધાર્મિક ક્રિયા, જીવરસાયણશાસ્ત્ર અને જનીનવિદ્યાની પ્રક્રિયાઓ સમજવા તરફનો છે. પ્રયોગશાળામાં જીવાણુ કે વિષાણુઓનું સંવર્ધન…
વધુ વાંચો >સૂક્ષ્મજીવાણુકીય આથવણ (Microbial fermentation)
સૂક્ષ્મજીવાણુકીય આથવણ (Microbial fermentation) કાર્બનિક પદાર્થો પરની જારક કે અજારક જીવાણુકીય પ્રક્રિયા દ્વારા આર્થિક દૃષ્ટિએ અગત્યનાં ઉત્પાદનો મેળવવાની જૈવરાસાયણિક ક્રિયા. આથવણ માટેનો ‘ફર્મેન્ટેશન’ શબ્દ લૅટિન ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ ઊકળવું એવો થાય છે (ferveo = ઊકળવું). તે એક જીવંત સૂક્ષ્મજીવીય પ્રક્રિયા છે. સૂક્ષ્મજીવાણુકીય આથવણ દ્વારા સેંકડો વિવિધ ઉત્પાદનો ઔદ્યોગિક…
વધુ વાંચો >સૂક્ષ્મજીવીય નિક્ષાલન (Microbial leaching)
સૂક્ષ્મજીવીય નિક્ષાલન (Microbial leaching) : સૂક્ષ્મજીવો-(microbes)ની પ્રક્રિયાઓ વડે ઘન મિશ્રણમાંથી દ્રાવકો પસાર કરીને દ્રાવ્ય ઘટકો છૂટા પાડવાની પદ્ધતિ. લોહ અને સલ્ફરનું ઉપચયન કરી વૃદ્ધિ પામતાં જીવાણુઓ (થાયોબેસિલસ ફેરોઑક્સિડાન્સ) દ્વારા ખાણમાંથી મળી આવતી ખનિજ-સ્વરૂપે રહેલી અદ્રાવ્ય કાચી ધાતુના દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરણની રીત. ઉદાહરણ : તાંબું, લોહ, યુરેનિયમ વગેરે જેવી ધાતુઓ ખાણમાં…
વધુ વાંચો >