પ્રબન્ધચિન્તામણિ (1305)
પ્રબન્ધચિન્તામણિ (1305)
પ્રબન્ધચિન્તામણિ (1305) : સત્પુરુષોના ચરિત-પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા મેરુતુંગાચાર્ય. જૈન પ્રબન્ધગ્રંથોમાં મેરુતુંગાચાર્ય-રચિત ‘પ્રબન્ધ-ચિન્તામણિ’ સુપ્રસિદ્ધ છે. મેરુતુંગસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા ને એમના ગુરુનું નામ ચન્દ્રપ્રભસૂરિ હતું. મેરુતુંગાચાર્યે ‘મહાપુરુષચરિત’ નામે ગ્રંથમાં પાંચ તીર્થંકરોનું સંક્ષિપ્ત ચરિત નિરૂપ્યું છે. સત્પુરુષોના પ્રબન્ધોનો આ સંગ્રહ વિદ્વાનોને ચિન્તામણિ સમાન લાગશે એવો અર્થ કર્તાને ‘પ્રબન્ધચિન્તામણિ’ના શીર્ષક દ્વારા અભિપ્રેત છે.…
વધુ વાંચો >