પ્રકાશ ખેમચંદ

પ્રકાશ, ખેમચંદ

પ્રકાશ, ખેમચંદ (જ. 1907, ગામ સુજાનગઢ, રાજસ્થાન રાજ્ય; અ. 10 ઑગસ્ટ 1950, મુંબઈ) : હિંદી ચલચિત્રોના સંગીતકાર, જેમણે ટૂંકી કારકિર્દીમાં ઘણાં ગીતો માટે કર્ણપ્રિય સંગીત આપ્યું. રાજસ્થાનના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ખેમચંદને બાળપણથી ગીત-સંગીત પ્રત્યે લગાવ હતો. પિતા ગોવર્ધનપ્રસાદ પાસેથી ધ્રુપદ-ગાયકી શીખ્યા. કથકના પણ તેઓ સારા નર્તક હતા. નેપાળના રાજદરબારમાં…

વધુ વાંચો >