પૂરવી ઝવેરી
લેનાર્ડ, ફિલિપ
લેનાર્ડ, ફિલિપ (Lenard, Phillipp) (જ. 7 જૂન 1862, પ્રેસબર્ગ, હંગેરી અ. 20 મે 1947, મોસલહૉસન, જર્મની) : કૅથોડ કિરણો પરના કાર્ય માટે 1905નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. લેનાર્ડે બુડાપેસ્ટ, વિયેના, બર્લિન તથા હાઇડલબર્ગમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ બન્સેન, હેમહોલ્ટ્ઝ, કોનિગ્સબર્ગર અને ક્વિન્કના વિદ્યાર્થી હતા. તેમણે 1886માં હાઇડલબર્ગ ખાતે…
વધુ વાંચો >લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ (Landau, Lev Davidovich)
લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ (Landau, Lev Davidovich) જ. 22 જાન્યુઆરી 1908, બાકુ, યુ.એસ.એસ.આર; અ. 1 એપ્રિલ 1968, મૉસ્કો, યુ.એસ.એસ.આર) : સંઘનિત દ્રવ્ય અને ખાસ કરીને પ્રવાહી હીલિયમ માટે મૂળભૂત, પાયાના સિદ્ધાંતો આપવા માટે 1962નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. લેવ ડેવિડૉવિચ લૅન્ડૉ લૅન્ડૉનો જન્મ બાકુ, અઝરબૈજાનમાં થયો હતો. તેમનાં માતાપિતા યહૂદી…
વધુ વાંચો >વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.)
વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.) (જ. 24 ફેબ્રુઆરી 1944, મિલ્વૉકી, વિસ્કોન્સિન, યુ.એસ.એ.) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડેવિડ જે. વાઈનલૅન્ડ અને સર્જ હરોચને પ્રાપ્ત થયો હતો. વાઈનલૅન્ડે 1961માં સેક્રેમેન્ટો, કૅલિફૉર્નિયાની એન્સિના…
વધુ વાંચો >વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.)
વિલ્સન, કેનિથ જી. (Wilson, Kenneth G.) (જ. 8 જૂન 1936, વૉલધમ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.; અ. 15 જૂન 2013, મેઈન, યુ.એસ.એ.) : પ્રાવસ્થા સંક્રમણને સંબંધિત ક્રાંતિક પરિઘટના (critical Phenomena)ના સિદ્ધાંત માટે 1982નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. કેનિથ જી. વિલ્સન અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. કણ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે કમ્પ્યૂટરના ઉપયોગના તેઓ અગ્રણી હતા.…
વધુ વાંચો >વેઈસ, રેઈનર (Weiss, Rainer)
વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…
વધુ વાંચો >શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.)
શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિઝ વચ્ચે વિભાજિત થયો હતો. બ્રાયન શ્મિટનો…
વધુ વાંચો >સીગમાન, કેઇ માન બૉર્જ
સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો. સીગમાને 1944માં યુનિવર્સિટી…
વધુ વાંચો >સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ
સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ…
વધુ વાંચો >સ્ટાઇનબર્ગર, જૅક
સ્ટાઇનબર્ગર, જૅક (Steinberger, Jack) (જ. 25 મે, 1921, બાડ કિસિંગન, જર્મની; અ. 12 ડિસેમ્બર, 2020, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : ન્યુટ્રિનો પુંજ કાર્યપદ્ધતિ માટે તથા મ્યુઑન ન્યુટ્રિનોની શોધ દ્વારા લેપ્ટૉનના યુગ્મમાળખા(જોડકા)નો પ્રયોગો દ્વારા નિર્દેશ કરવા માટે 1988નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. મેલ્વિન શ્વૉર્ટ્ઝ અને લેડરમૅન લિયૉન મૅક્સ સાથે સંયુક્ત રીતે આ…
વધુ વાંચો >સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)
સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…
વધુ વાંચો >