પરેશ પંડ્યા

ધારિતા

ધારિતા (capacitance) : વિદ્યુતભારિત સુવાહક ઉપર વધુ પ્રમાણમાં વિદ્યુતભાર સંગ્રહી શકાય તે માટેની એક યોજના. આ યોજના અલગ અલગ રીતે કરી શકાય છે. એકબીજાની નજીક યાચ્છિક રીતે (at random) ગોઠવેલા તથા અલગ કરેલા યાચ્છિક આકાર અને કદવાળા બે સુવાહકના તંત્રને વિદ્યુતસંગ્રાહક (condenser કે capacitor) કહે છે. વિદ્યુતભાર Q, તથા તેને…

વધુ વાંચો >

ધ્વનિ

ધ્વનિ (sound) : સામાન્ય રીતે કાન દ્વારા સાંભળી શકાય તે આવૃત્તિ અને તીવ્રતાથી સ્થિતિસ્થાપક દ્રવ્ય (material) માધ્યમમાં થતું કંપન; વ્યાપક અર્થમાં સ્થિતિસ્થાપક માધ્યમની સંતુલિત અવસ્થામાં થતો યાંત્રિક વિક્ષોભ. ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને સ્પર્શ કરવાથી પદાર્થની આ દોલનસ્થિતિનો અનુભવ કરી શકાય છે. પદાર્થનાં દોલન મંદ પડતાં ધ્વનિની તીવ્રતા પણ મંદ પડે…

વધુ વાંચો >

પરમાણુ-ઘડિયાળ (atomic clock)

પરમાણુ–ઘડિયાળ (atomic clock) : અતિસૂક્ષ્મ અને ચોક્કસાઈભર્યું સમયનું માપન કરતી એક પ્રયુક્તિ. પરમાણુની ધરા-અવસ્થા(ground state)ના બે અતિસૂક્ષ્મ ઊર્જાસ્તરો (energy levels) વચ્ચેની સંક્રાંતિ(transition)ને અનુલક્ષીને વિકિરણદોલનો (oscillations) માટેના સૂક્ષ્મ સમયના ગાળાની નોંધ એકમાત્ર ન્યૂક્લિયર ઘટના પરથી મળી શકે છે. આ ન્યૂક્લિયર ઘટના પરમાણુના બે ઊર્જાસ્તરો વચ્ચેના વિકિરણના દોલન પરથી મેળવી શકાય તથા…

વધુ વાંચો >

પરાભવબિંદુ (yield-point)

પરાભવબિંદુ (yield-point) : ક્રાંતિબિંદુ પાસે પદાર્થ(તાર કે ઘનનળાકાર)ની સ્થિતિસ્થાપક હદ પૂરી થતાં કાયમી વિકૃતિની ઘટના. પદાર્થનો એવો ગુણધર્મ કે જેના લીધે બાહ્ય બળ દૂર કરતાં પદાર્થ પોતાનો મૂળ આકાર અને કદ પ્રાપ્ત કરી શકે છે, તેને તે પદાર્થની સ્થિતિસ્થાપકતા (elasticity) કહે છે. પદાર્થ અમુક હદે વિકૃતિ પામે તેને સ્થિતિસ્થાપક હદ…

વધુ વાંચો >