નીતીન ર. દેસાઈ
આણંદજી કલ્યાણજીની પેઢી
આણંદજી કલ્યાણજીની પેઢી : અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિરૂપ આ સંસ્થા તીર્થરક્ષાર્થે ઉદભવેલી. પાલીતાણાના પ્રાચીન જૈન શત્રુંજયગિરિતીર્થનો વહીવટ અમદાવાદમાં કેન્દ્રિત થયો તેમાંથી પેઢીનો જન્મ થયો. એનાં નામઘટક પદો કેવળ ધ્યેયસૂચક છે, વ્યક્તિસૂચક નહિ. આ લબ્ધપ્રતિષ્ઠ પેઢીને વીસમી સદીમાં બીજાં તીર્થો પણ સોંપાયાં. ગુજરાતનાં તારંગા, કુંભારિયાજી, ગિરનાર, શેરીસા; મધ્યપ્રદેશનું મક્ષીજી;…
વધુ વાંચો >