નિબૂર બાર્થોલ્ડ જ્યૉર્જ

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ (જ. 1776; અ. 1831) : જર્મન  ઇતિહાસકાર. નિબૂર આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો અગ્રણી હતો. તે મૌલિક તેમજ મૂળ દસ્તાવેજોને આધારે જ ઇતિહાસ લખવાના મતનો હતો. તે દસ્તાવેજોની ચકાસણી કરવામાં દૃઢપણે માનતો. આમ નિબૂરે આધુનિક ઇતિહાસવિદ્યામાં અનુભવમૂલક (empirical) તેમજ વિવેચનાત્મક (critical) ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, જેનો વિકાસ પછીથી રાન્કેએ કર્યો. નિબૂરે…

વધુ વાંચો >