નરેન્દ્ર ઈ. દાણી

એપિસ્ટેસિસ

એપિસ્ટેસિસ (પ્રબળતા) : રંગસૂત્રોની અલગ અલગ જોડ ઉપર આવેલાં જનીનોની આંતરક્રિયાને પરિણામે સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ (phenotype) પર થતી અસર. તેની પ્રભાવિતા(dominance)ને કારણે વિષમયુગ્મી (heterozygous) સજીવમાં પ્રચ્છન્ન (recessive) વૈકલ્પિક જનીન(allele)નું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. કેટલીક વાર બે અવૈકલ્પિક જનીનો (non-allelic genes) સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ પર અસર કરે છે. આવા કિસ્સાઓમાં એક…

વધુ વાંચો >

કાર્બનચક્ર (Carbon Cycle)

કાર્બનચક્ર (Carbon Cycle) : જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (bio-geo-chemical cycles)માંનું એક. શ્વસનતંત્રમાં દ્રવ્યોનું ભ્રમણ ચક્રીય પથમાં ઉપયોગમાં લેવાય છે. કાર્બનચક્રમાં વાતાવરણનો કાર્બન ડાયૉક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ વડે કાર્બોદિત દ્રવ્યોમાં ફેરવાય અને તેમાંથી સર્જાતાં દ્રવ્યો શક્તિપ્રાપ્તિ માટે ચયાપચયમાં વપરાય છે. લીલી વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અંગારવાયુ (CO2) કાર્બનચક્રમાં પ્રવેશી, શ્વસન દરમિયાન…

વધુ વાંચો >

ક્લોન

ક્લોન : એકલ પૂર્વજમાંથી અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન અને એકસરખાં જનીનો ધરાવતા સજીવોનો સમૂહ. જો પ્રજનક(parent) વિશિષ્ટ પર્યાવરણમાં સારી રીતે વિકાસ પામેલો હોય તો તેનાં ક્લોન સંતાનો પણ તેવા પર્યાવરણમાં સ્થિર અને લાભકારી જીવન પસાર કરતાં હોય છે; પરંતુ પર્યાવરણ બદલાતાં, અલિંગી પ્રજનનને લીધે આવાં સંતાનોનાં જનીનોમાં કોઈ પણ જાતના…

વધુ વાંચો >

વિસ્થાનિકતા

વિસ્થાનિકતા : સજીવની જાતિઓની સ્વતંત્ર ઉત્પત્તિ દર્શાવતું એક પરિબળ. સજીવોની નવી જાતિના સર્જનની ઘટનાને જાતિઉદ્ભવન (speciation) કહે છે. આ પ્રક્રિયા વિવિધ પ્રકારે અને પંથે સંભવે છે. કોઈ એક પ્રદેશ કે વિસ્તારની સજીવની જાતિની વસ્તીમાંથી ભૌગોલિક કે પરિસ્થિતિગત (ecological) કારણોસર જૂથો વહેંચાય કે અલગ પડી જાય તો તેમને વિસ્થાનિક (allopatric) કહે…

વધુ વાંચો >