દેવવ્રત પાઠક

ગાંધી, મોહનદાસ કરમચંદ

ગાંધી, મોહનદાસ કરમચંદ (જ. 2 ઑક્ટોબર 1869, પોરબંદર; અ. 30 જાન્યુઆરી 1948, દિલ્હી) ‘મુર્દામાં પ્રાણ ફૂટ્યા : મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !’ — ઝવેરચંદ મેઘાણી ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વવિખ્યાત સંત. પિતા કરમચંદ ઉત્તમચંદ પોરબંદરના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા કરમચંદનાં ચોથી વારનાં પત્ની. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો. તેમની દાઈ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુવેરા, ચે.

ગુવેરા, ચે. (જ. 14 જૂન 1928, આર્જેન્ટિના; અ. 9 ઑક્ટોબર 1967, બોલિવિયા) : દક્ષિણ અમેરિકાના ડાબેરી વિચારસરણી ધરાવતા ક્રાન્તિકારી તથા ગેરીલા યુદ્ધપદ્ધતિનો પ્રચાર કરી તેનો અમલ કરનાર નેતા. તેમના પિતા સ્થપતિ હતા. બુએનૉસ ઍરિસમાં તેમણે તબીબી શિક્ષણ લીધું હતું. વિદ્યાભ્યાસ દરમિયાન તે દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોની મુલાકાત લેતા રહ્યા હતા.…

વધુ વાંચો >

ગૉડવિન, વિલિયમ

ગૉડવિન, વિલિયમ (જ. 3 માર્ચ 1756, વિઝબીચ, કૅમ્બ્રિજશાયર; અ. 7 એપ્રિલ 1836, લંડન) : પ્રગતિશીલ અને કંઈક અંશે ક્રાંતિકારી વિચારો ધરાવતા બ્રિટિશ નવલકથાકાર તથા રાજકીય ચિંતક. ગૉડવિન ફ્રાન્સની ક્રાંતિથી પ્રભાવિત થયા હતા અને તેમના ‘ઇન્ક્વાયરી કન્સર્નિંગ પૉલિટિકલ જસ્ટિસ’માં વ્યક્ત થયેલાં વિચારો અને વિધાનોમાં તેની પ્રતીતિ થાય છે. તેમના કહેવા પ્રમાણે…

વધુ વાંચો >

ગોર્બાચૉવ, મિખાઈલ

ગોર્બાચૉવ, મિખાઈલ (જ. 2 માર્ચ 1931, પ્રિવોલેનોય, રશિયા; અ. 30 ઑગસ્ટ 2022, મોસ્કો, રશિયા) : 1917ની રશિયાની ક્રાંતિ દ્વારા સ્થપાયેલા સોવિયેત સંઘની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર, (70 વર્ષના ગાળા બાદ) સમાજવાદી અભિગમના સ્થાને મુક્ત અર્થનીતિ અપનાવનાર, શસ્ત્રો અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરી પૂર્વ-પશ્ચિમ વચ્ચેના ઠંડા યુદ્ધને દેશવટો…

વધુ વાંચો >

ગ્રીન, ટૉમસ હિલ

ગ્રીન, ટૉમસ હિલ (જ. 7 એપ્રિલ 1836, બર્કીન, યૉર્કશાયર; અ. 26 માર્ચ 1882, ઑક્સફર્ડ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડના જાણીતા શિક્ષણકાર તથા આદર્શવાદી રાજકીય ચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ તેમણે ત્યાં જ ફેલો, વ્યાખ્યાતા અને પ્રોફેસર તરીકે કાર્ય કરીને તેમના સમયમાં પ્રભાવક અને અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું, યુનિવર્સિટી અને સમાજ વચ્ચે…

વધુ વાંચો >

ઘૂસણખોરી

ઘૂસણખોરી : અનધિકૃત તથા ગેરકાયદેસર પ્રવેશ. આવો પ્રવેશ અન્ય દેશની સરહદોમાં હોય તેમ સંસ્થા, મંડળ, સભા, સમુદાય, સમિતિ, રાજકીય પક્ષ કે કોઈની માલિકીની જમીન, ઘર વગેરેમાં હોઈ શકે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે પદ્ધતિ અસામાજિક તત્વો અપનાવે છે. આજનું સામાજિક, આર્થિક અને રાજકીય જીવન સંકુલ બનતું રહ્યું છે અને વિવિધ પ્રશ્નો…

વધુ વાંચો >

ઘેરાવ

ઘેરાવ : પોતાની માગણીઓનો સ્વીકાર કરાવવા અને તેનીં પાછળની પ્રબળ લાગણી વ્યક્ત કરવા માટે સામુદાયિક ધોરણે જેની પાસે માગણીઓ સ્વીકારાવવાની હોય તેની આજુબાજુ વીંટળાઈ વળી તેના હલનચલન ઉપર અંકુશ રાખી તેને થકવી નાખવાની પ્રક્રિયા. ઘેરાવ લાંબા સમય સુધી ચાલી શકે અને જે વ્યક્તિ કે વ્યક્તિઓ ઘેરાવનો ભોગ બની હોય તે…

વધુ વાંચો >

ચેક પ્રજાસત્તાક

ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…

વધુ વાંચો >