દુર્દાન્ત દવે

જિનીવા ઘોષણા

જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે. 1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી…

વધુ વાંચો >

નેત્રખીલ (trachoma)

નેત્રખીલ (trachoma) : આંખની ફાડની સપાટી બનાવતાં નેત્રકલા અને સ્વચ્છાનો લાંબા ગાળાનો ચેપ. બે પોપચાંની અંદરની દીવાલ પર તથા કીકી સિવાયના આંખના ગોળાની સફેદ સપાટી પર નેત્રકલા (conjuctiva) નામનું આવરણ આવેલું છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ પ્રકારના વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)ની વચ્ચેની કક્ષાના સૂક્ષ્મજીવોથી…

વધુ વાંચો >

નેત્રબિંબશોફ (papilloedema)

નેત્રબિંબશોફ (papilloedema) : આંખના દૃષ્ટિપટલમાં આવેલા નેત્રબિંબ કે દૃષ્ટિચકતી(optic disc)નો અશોથજન્ય (non-inflammatory) સોજો. જ્યારે ચેપ કે ઈજાને કારણે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધતાં પીડાકારક સોજો આવે અને તેથી તે ભાગ લાલ થઈ જાય ત્યારે તે પ્રકારના વિકારને શોથ (inflammation) કહે છે. જ્યારે કોઈ જગ્યાએ ફક્ત પ્રવાહી ભરાવાથી સોજો આવે તો તેને…

વધુ વાંચો >