ટૉડ સર ઍલેક્ઝાંડર રૉબટર્સ
ટૉડ, સર ઍલેક્ઝાંડર રૉબટર્સ
ટૉડ, સર ઍલેક્ઝાંડર રૉબટર્સ (જ. 2 ઑક્ટોબર 1907, ગ્લાસગો) : જનીનદ્રવ્યોની અગત્ય સમજવા આવશ્યક ન્યૂક્લિયોટાઇડ, ન્યૂક્લિયોસાઇડ તથા ન્યૂક્લિયોટાઇડ સહઉત્સેચકોના બંધારણ તથા સંશ્લેષણ માટે 1957ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ જીવ-રસાયણશાસ્ત્રી. તેમણે ઍલન ગ્લૅન સ્કૂલ તથા ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1928માં બી.એસસી.ની પદવી મેળવી. 1931માં ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવી; 1933માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >