ઝકારિયા પૉલ
ઝકારિયા, પૉલ
ઝકારિયા, પૉલ (જ. 5 જૂન 1945, ઉરુલિકુન્નમ્, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઝકારિયાયુટે કથકળ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 35 વર્ષ સુધી અધ્યાપન, પુસ્તકપ્રકાશન અને મીડિયા-ક્ષેત્રે સક્રિય કામગીરી કરી; સાથોસાથ કૃષિકાર્ય…
વધુ વાંચો >