જ. આ. યાજ્ઞિક
અનુભવવાદ
અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…
વધુ વાંચો >એકેશ્વરવાદ
એકેશ્વરવાદ (monotheism) : ‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતાનું સમર્થન કરતી વિચારસરણી. ધર્મોના ઇતિહાસની ર્દષ્ટિએ એકેશ્વરવાદ એ અનેકદેવવાદ(polytheism)નો વિરોધી વાદ છે. યહૂદી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદનું પ્રતિપાદન અનેકદેવવાદના સ્પષ્ટ ખંડન સાથે થયેલું છે. વૈદિક ધર્મમાં અનેક દેવોના અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે એ હકીકતની સાથે એ પણ નોંધપાત્ર છે કે…
વધુ વાંચો >ચમત્કાર
ચમત્કાર : ભૌતિક પરિબળો કે માનવશક્તિના પ્રભાવથી બની ન શકે તેવો આશ્ચર્યજનક બનાવ. ચમત્કારમાં ભૌતિક તેમજ માનસિક જગતના કુદરતી નિયમોનું કોઈ દૈવી તત્વ દ્વારા અતિક્રમણ થતું જણાય છે. આમ, ચમત્કાર હંમેશાં કોઈ દૈવી તત્વની ચમત્કારિક શક્તિને કારણે બને છે. આ દૈવી તત્વ કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકે અથવા…
વધુ વાંચો >ભૌતિકવાદ
ભૌતિકવાદ : અધ્યાત્મવાદનો વિરોધી એવો તત્વમીમાંસાનો એક સિદ્ધાન્ત. જીવ, જગત અને ઈશ્વર એ તત્વત્રયના અંતિમ સ્વરૂપની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. તત્વમીમાંસકો તરીકે ભૌતિકવાદીઓનું મૂળભૂત પ્રતિપાદન એ છે કે જીવ, જગત અને ઈશ્વર એ કહેવાતાં ત્રણ તત્વોમાં જીવ કે આત્મા અને ઈશ્વર કે પરમાત્માને વાસ્તવિક અસ્તિત્વ છે જ…
વધુ વાંચો >