જશવંત મથુરદાસ શાહ
એક્ઝિમ બૅન્ક
એક્ઝિમ બૅન્ક (Exim Bank Export Import Bank of India) : ભારતની આયાત-નિર્યાત બૅન્ક. તે રાષ્ટ્રના આયાત-નિર્યાત વ્યાપારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતી, નિર્યાત-સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરનારી અને નિર્યાતપ્રોત્સાહક શાખ-સગવડો પૂરી પાડનારી ભારતની અગ્રિમ નાણાકીય સંસ્થા છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની નાણાકીય સંકલનની કાર્યવહી માટે લોકસભાએ પસાર કરેલા વિશિષ્ટ કાયદાની રૂએ એક્ઝિમ બૅન્ક…
વધુ વાંચો >તાળાબંધી
તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ…
વધુ વાંચો >નાદારી
નાદારી : દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત…
વધુ વાંચો >નિકાસપત્ર (shipping bill)
નિકાસપત્ર (shipping bill) : જહાજ દ્વારા મોકલવા માટે જહાજમાલિકને હવાલે કરેલા માલ અંગે જહાજમાલિકે નિકાસકારને આપેલી પાકી પહોંચ. નિકાસપત્ર એ તેમાં દર્શાવેલા માલનો માલિકીહક દર્શાવતો દસ્તાવેજ છે. નિકાસકાર પોતાનો માલ વહાણ ઉપર ચઢાવે ત્યારપછી તે વહાણવટા કંપની પાસે જઈને વહાણ પર માલ ચઢાવ્યાની કાચી રસીદ રજૂ કરવાથી કંપની દ્વારા તેને…
વધુ વાંચો >નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India)
નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India) : નિકાસકારોને તેમની નિકાસોના બદલામાં વિદેશોમાંથી થનાર ચુકવણીઓમાં રહેલા જોખમ માટે વીમા દ્વારા રક્ષણ પૂરું પાડતું કૉર્પોરેશન. માલની નિકાસ જે દેશમાં કરવામાં આવી હોય તેમાં રાજકીય અશાંતિ સર્જાય, સરકાર વિદેશી ચુકવણી પર પ્રતિબંધ ફરમાવે, વિદેશી આયાતકાર નાદારી નોંધાવે વગેરે…
વધુ વાંચો >નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા
નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા : વીમાના કરાર અંતર્ગત જોખમનું ચોક્કસ પ્રીમિયમ ગણવા માટે જરૂરી હોય તેવી બધી વિગતો વીમો લેનાર વ્યક્તિએ નિ:સંકોચ આપવી પડે તેવી અપેક્ષા રાખવાનો વીમો ઉતારનાર વ્યક્તિને અધિકાર આપતો વીમાવ્યવહારનો પાયાનો સિદ્ધાંત. વીમાકરારનો આ સિદ્ધાંત વીમાકરારને બીજા સામાન્ય વેપારી કરારથી જુદો પાડે છે. સામાન્ય વેપારીકરારમાં ‘ખરીદનાર સાવધ…
વધુ વાંચો >