જયકુમાર ર. શુક્લ
સારગોન રાજાઓ
સારગોન રાજાઓ : સારગોન 1લો (શાસનકાળ ઈ. પૂ. 1850) : મેસોપોટેમિયામાં ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીઓના મુખપ્રદેશ પાસેનો સુમેર અને અક્કડનો રાજા. રાજા સારગોન 1લાએ પર્શિયાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધીના વિસ્તારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. દંતકથા એવી છે કે સારગોન સામાન્ય કુટુંબમાં જન્મ્યો હતો. તેણે કિશના રાજા ઉર-ઇલ્બા સામે ક્રાંતિની આગેવાની લીધી…
વધુ વાંચો >સારંગદેવ
સારંગદેવ (ઈ. સ. 1275–1296) : અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વાઘેલા-સોલંકી વંશના અર્જુનદેવ(1262-1275)નો પુત્ર. તે પરાક્રમી હતો અને તેણે પોતાના શાસનકાલ દરમિયાન લડાઈઓ કરીને ગુર્જરભૂમિને ભયમુક્ત કરી હતી. ઈ. સ. 1277ના લેખમાં તેને ‘માલવધરા-ધૂમકેતુ’ કહ્યો છે. ઈ. સ. 1287ની ‘ત્રિપુરાંતક પ્રશસ્તિ’માં તેણે માલવ-નરેશને હંફાવ્યાનું જણાવ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે…
વધુ વાંચો >સાલંકાયન વંશ (શાલંકાયન વંશ)
સાલંકાયન વંશ (શાલંકાયન વંશ) : પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના મછલીપટ્ટમ્ વિસ્તારમાં આશરે બીજીથી પાંચમી સદી દરમિયાન થઈ ગયેલ વંશ. ઈ. સ. 140ના અરસામાં ટૉલેમી દ્વારા રચવામાં આવેલ ભૂગોળના ગ્રંથમાં જણાવ્યા મુજબ, અર્વાચીન મછલીપટ્ટમ્ વિસ્તારની ઉત્તરે સાલંકાયનો વસતા હતા. ગોદાવરી જિલ્લામાં ઇલોર પાસે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેના મુખપ્રદેશમાં તેમનું…
વધુ વાંચો >સાલેતોર બી. એ. (ડૉ.)
સાલેતોર, બી. એ. (ડૉ.) (જ. 1902; અ. 1963) : ભારતના જાણીતા ઇતિહાસકાર. તેમનું આખું નામ ભાસ્કર આનંદ સાલેતોર હતું. તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ મેંગલોરમાં કર્યો હતો. તેમણે ચેન્નાઈ(મદ્રાસ)માંથી બી.ટી. અને સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે 1931માં લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અને જર્મન…
વધુ વાંચો >સાલેમિસ
સાલેમિસ : સેરોનિક અખાતમાં, ઍથેન્સની પશ્ચિમે 16 કિમી.ના અંતરે આવેલ ગ્રીસનો ટાપુ. તેનું ક્ષેત્રફળ 95 ચોરસ કિમી. છે. ત્યાંની મોટાભાગની જમીન પર્વતાળ અને ઉચ્ચ પ્રદેશ જેવી છે. ત્યાં મોટાભાગના આલ્બેનિયનો વસે છે. તેઓ દરિયાકિનારે અને ખીણોમાં ઑલિવ, દ્રાક્ષ અને અનાજ ઉગાડે છે. ઈ. પૂ. 480માં સાલેમિસ પાસે ગ્રીકો અને ઈરાનીઓ…
વધુ વાંચો >સિકંદર (ઍલેક્ઝાંડર ધ ગ્રેટ)
સિકંદર (ઍલેક્ઝાંડર, ધ ગ્રેટ) (જ. ઈ. પૂ. 356, પેલ્લા, મેસિડોનિયા; અ. 13 જૂન 323, બેબિલોન) : મેસિડોનિયાનો રાજા અને મહાન સેનાપતિ. તેનો પિતા ફિલિપ બીજો મેસિડોનિયાનો સમ્રાટ હતો. (ઈ. પૂ. 360થી ઈ. પૂ. 336). ફિલિપનું ખૂન થતાં સિકંદર(ઍલેક્ઝાંડર)ને ઉમરાવોએ રાજગાદી સોંપી (ઈ. પૂ. 336). તેણે પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે ગ્રીક…
વધુ વાંચો >સિડની (Sydney)
સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…
વધુ વાંચો >સિધિ (Sidhi)
સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો,…
વધુ વાંચો >સિદ્ધપુર
સિદ્ધપુર : પાટણ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 23° 55´ ઉ. અ. અને 72° 23´ પૂ. રે.ની આજુબાજુનો 667 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની હોવાથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તાલુકામથક સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. તાલુકાની…
વધુ વાંચો >સિયાલકોટ
સિયાલકોટ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા લાહોર વિભાગનો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 32° 30´ ઉ. અ. અને 74° 31´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે આઇક નાળું અને ચિનાબ નદી, પૂર્વ તરફ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુ (આશરે 60 કિમી.ને અંતરે), અગ્નિ તરફ રાવીનો ખીણપ્રદેશ,…
વધુ વાંચો >