જયકુમાર ર. શુક્લ
મુખ્તસર તારીખે ગુજરાત
મુખ્તસર તારીખે ગુજરાત (1847) : અમદાવાદના સારાભાઈ નાગરે ફારસી ભાષામાં લખેલ ઇતિહાસનો ગ્રંથ. તેમાં તેમણે દિલ્હીના શહેનશાહોએ નીમેલા મુઘલ સૂબાઓને વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે. એમાં મુઘલ સૂબાઓ તથા સમકાલીન મરાઠા સરદારો વચ્ચે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળે થયેલી લડાઈઓની વિગતો પણ આપવામાં આવી છે, જે નોંધપાત્ર છે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >મુઘલ શાસન
મુઘલ શાસન બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન. સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ…
વધુ વાંચો >મુજવંત
મુજવંત : ઋગ્વેદના સમયનું હિમાલયનું એક શિખર. ઋગ્વેદમાં આ શિખરનો ઉલ્લેખ સોમ મેળવવાના સ્થળ–સ્રોત (source) તરીકે કરવામાં આવ્યો છે. આ શિખર સંભવત: પંજાબની ઉત્તરે કાશ્મીરની ખીણની નૈર્ઋત્યમાં આવેલું હતું. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >મુજવંતો
મુજવંતો : હિમાલયમાં રહેતા પર્વતાળ ટોળીના લોકો. અથર્વવેદમાં મહાવૃષો, ગાંધારો, બાહલિકો સહિત મુજવંતોનો પણ ‘દૂર રહેનારા લોકો’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં પણ મુજવંતોને ‘દૂરના પ્રદેશમાં રહેતા લોકો’ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. હિમાલય પર્વતમાં આવેલ મુજવંત ટેકરીઓ ઉપરથી ત્યાં વસતા લોકો માટે આ નામ આપવામાં આવ્યું હોય એમ માનવામાં…
વધુ વાંચો >મુજાહિદખાન
મુજાહિદખાન : ગુજરાતના સુલતાન મહમૂદશાહ ત્રીજા(ઈ. સ. 1537–1554)નો રાજ્યરક્ષક અને મહત્વનો અમીર. સુલતાને હલકી મનોવૃત્તિવાળા લોકોની સલાહથી ઘણાં અયોગ્ય કાર્યો કર્યાં; તેથી આલમખાન અને મુજાહિદખાન જેવા મહત્વના અમીરોએ સુલતાન ઉપર દેખરેખ રાખવા માંડી તથા તે નજરકેદમાં હોય એવી સ્થિતિ નિર્માણ કરી. આ દરમિયાન અમીરોમાં અંદરોઅંદર કુસંપ થયો. અમીર મુજાહિદખાન પરદેશી…
વધુ વાંચો >મુઝફ્ફરનગર
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ…
વધુ વાંચો >મુઝફ્ફરપુર
મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >મુઝફ્ફરશાહ પહેલો
મુઝફ્ફરશાહ પહેલો (સુલતાનપદ : 1407–1410) : ગુજરાતનો સ્વતંત્ર સુલતાન. દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલુકે ઈ. સ. 1391માં તેને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. ત્યારે તેનું નામ ઝફરખાન હતું. તે દૂરંદેશી અને મુત્સદ્દી હતો. તિમુરની ચડાઈ બાદ દિલ્હી સલ્તનતમાં અંધાધૂંધીનો લાભ લઈ ત્યાંના સુલતાનની અવગણના કરી, તેણે ગુજરાતમાં સ્વતંત્ર શાસન કરવા…
વધુ વાંચો >મુઝફ્ફરશાહ બીજો
મુઝફ્ફરશાહ બીજો (શાસનકાળ : 1511–1526) : ગુજરાતનો સુલતાન અને મહમૂદશાહ બેગડાનો શાહજાદો. તેણે ઈરાની રાજદૂતને સન્માન સહિત પોતાના દરબારમાં બોલાવી, એની કીમતી ભેટો સ્વીકારી. તેણે ઈડરના રાવ ભીમસિંહને મોડાસા આગળ હરાવી, ઈડર જઈ લૂંટ કરીને મંદિરો તથા મકાનો જમીનદોસ્ત કર્યાં. માંડુથી નાસીને આવેલા સુલતાન મહમૂદશાહ બીજાનો સત્કાર કર્યો. માંડુનો કિલ્લો…
વધુ વાંચો >મુઝફ્ફરશાહ ત્રીજો
મુઝફ્ફરશાહ ત્રીજો (શાસનકાળ : 1561–1573; અ. 1592) : ગુજરાતનો છેલ્લો સુલતાન. સુલતાન અહમદશાહ ત્રીજાના મૃત્યુ બાદ, તેને વારસ ન હોવાથી, રાજ-રક્ષક તરીકે વહીવટ કરનાર ઇતિમાદખાને શાહી ખાનદાનના નન્નૂ નામના છોકરાને ‘મુઝફ્ફરશાહ ત્રીજા’નો ખિતાબ આપી ગાદીએ બેસાડ્યો. તે સમયે અમીરોનાં અનેક રાજ્યોમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. અમીરોમાં સત્તા માટે ખેંચતાણ થતી…
વધુ વાંચો >