ચેતનાપ્રવાહ
ચેતનાપ્રવાહ
ચેતનાપ્રવાહ : સાહિત્યવિવેચનક્ષેત્રની સંજ્ઞા. વિચારના અને આંતર-અનુભૂતિના તૂટક પ્રવાહ તેમજ જાગૃત-અર્ધજાગૃત ચિત્તનાં યાર્દચ્છિક સંવેદનોને સૂચવતી આ સંજ્ઞા આધુનિક કથાસાહિત્યમાં કથનરીતિને વર્ણવવા માટે વપરાય છે. મનોવિજ્ઞાનક્ષેત્રે વિલિયમ જેમ્સે એના ‘મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો’(1890)માં આ સંજ્ઞાનો નિર્દેશ કર્યો છે. અર્ધજાગૃત ચિત્તના ઊંડાણનો અભ્યાસ વિલિયમ જેમ્સને આ વિષય તરફ દોરી ગયો. ઓગણીસમી સદીના અંતમાં અને…
વધુ વાંચો >