ચીની સાહિત્ય
લી હો (પિનિયન લી હી)
લી હો (પિનિયન લી હી) (જ. 791; અ. 817, ચૅંગ્કુ) : ચીનના તેજસ્વી કવિ. અંગ્રેજ કવિ જૉન કીટ્સની જેમ, માત્ર 26 વર્ષની યુવાન વયે તેમનું મૃત્યુ થયું ન હોત તો તેમની ગણના ચીનના સૌથી મહાન કવિઓમાં થઈ હોત. એક દંતકથા પ્રમાણે તેઓ ‘ક્વેઇત્સાઇ’ – આસુરી શક્તિ ધરાવતા માણસ હતા. ઘોડેસવારીની…
વધુ વાંચો >લુ ચી (પિન્યિન લુ જી)
લુ ચી (પિન્યિન લુ જી) (જ. 261, દક્ષિણ ચીન; અ. 303, ચીન) : ચીની સાહિત્યવિવેચક અને ‘વુ’ રાજ્યના પહેલા અગત્યના લેખક. વુ રાજ્યના સ્થાપક લુ હુનના પૌત્ર અને સેનાધિપતિ લુ કાગના ચોથા પુત્ર. ચિન વંશના સત્તાકાળ દરમિયાન લગભગ 10 વર્ષ સુધી લુ ચી ભૂગર્ભમાં રહ્યા. 290માં રાજધાનીના શહેર લો-યૉંગ આવ્યા…
વધુ વાંચો >વાન્ગ વી
વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) : પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે…
વધુ વાંચો >