ચિનુભાઈ શાહ

દોડ

દોડ : એક પ્રકારની મેદાની રમત. વિશેષત: સ્પર્ધામાં દોડવું તે. ‘દોડવું’ એ પ્રાણીમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને અનાદિ કાળથી માનવી દોડતો આવ્યો છે. આધુનિક ઑલિમ્પિક રમતોમાં વિવિધ પ્રકારની દોડસ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રૅક ઉપર થતી દોડસ્પર્ધાઓને અંતરની ર્દષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ટૂંકી ઝડપી દોડ (sprints)…

વધુ વાંચો >

નાગોરચું

નાગોરચું : કિશોરો માટેની ભારતની તળપદી રમત. ટેનિસબૉલ જેવા દડાથી રમાતી આ રમતમાં સાઠથી સો ફૂટ જેટલા વ્યાસવાળા કૂંડાળાની મધ્યમાં લાકડાના સાત કટકાને ઉપરાઉપરી ક્રમસર ગોઠવીને નાગોરચું બનાવવામાં આવે છે. તાકનાર અને ઝીલનાર એમ નવ નવ ખેલાડીઓના બે પક્ષ હોય છે. રમતના પ્રારંભે બંને પક્ષના ખેલાડીઓ પોતપોતાના ગોળાર્ધમાં ગોઠવાઈ જાય…

વધુ વાંચો >

નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ

નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ (જ. 5 જાન્યુઆરી 1906, રાંદેર, સૂરત; અ. 2000) : ગુજરાતના શ્રેષ્ઠ દોડવીર. વતન સૂરત પાસે રાંદેર. પોતાના વતન રાંદેરની શાળામાં અભ્યાસ કર્યો અને તે પછી ચિત્રકળાનો અભ્યાસ કલાભવન, વડોદરામાં કરીને ધંધાદારી રંગભૂમિમાં પડદા ચીતરનાર તરીકે જોડાયા. અહીં તેમણે સ્ટેજ મેકઅપની કળા તથા તબલાવાદનની કળા  હસ્તગત કરી. સ્વાભિવ્યક્તિના…

વધુ વાંચો >

નિશાનબાજી (shooting)

નિશાનબાજી (shooting) : રમતપ્રવૃત્તિનો એક પ્રકાર. રમતપ્રવૃત્તિ તરીકે આ રમતનાં બે સ્પષ્ટ સ્વરૂપો છે : (1) નિશાનફલક(target)થી સજ્જ મેદાનમાં નિયત અંતરે ગોઠવેલા નિશાનને તાકવું. (2) રમતનિયમાનુસાર પશુ યા પક્ષીનો શિકાર કરવો. ઑલિમ્પિક રમત તરીકે નિશાનબાજીની સ્પર્ધામાં રાઇફલ તથા પિસ્તોલ વડે ટાર્ગેટ શૂટિંગ, ક્લે-પિજન શૂટિંગ અને સિલ્હૂટ શૂટિંગનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ

નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં…

વધુ વાંચો >

પતંગ

પતંગ : પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા…

વધુ વાંચો >

પત્તાં

પત્તાં : પત્તાં અથવા ગંજીફો એ મૂળે ચીન દેશની રમત છે અને બારમી સદીમાં ચલણી નોટોથી આ રમત રમાતી એવા ઉલ્લેખ મળી આવે છે. તે પછી આ રમત વિવિધ સ્વરૂપે ઇટાલી, ફ્રાન્સ, હોલૅન્ડ, બ્રિટન વગેરે દેશોમાં પ્રચલિત બની. ઈરાનમાં સોળમી સદીમાં આ રમત ‘ગંજીફો’ તરીકે ઓળખાતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં…

વધુ વાંચો >

પુરાણી અંબાલાલ (અંબુભાઈ) બાલકૃષ્ણ

પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર…

વધુ વાંચો >

પુરાણી છોટાલાલ (છોટુભાઈ)

પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન…

વધુ વાંચો >

પુરાણીજી પારિતોષિક

પુરાણીજી પારિતોષિક : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને યોગની ગંગા વહાવનાર આનંદપુરુષ શ્રી અંબુભાઈ પુરાણીની સ્મૃતિમાં પૂ. શ્રી મોટા-પ્રેરિત સાહસ પારિતોષિક યોજના. ગુજરાતની પ્રજા જીવસટોસટનાં સાહસ-સેવાનાં કાર્યો પ્રત્યે અભિમુખ બને તથા યુવાવર્ગ અને જનતા આવાં સાહસ સાથે સંકળાયેલાં સેવાકાર્યો કરવા પ્રેરાય ને નીડર બને તે હેતુથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને ગુજરાતના…

વધુ વાંચો >