ચિત્રા સુરેન્દ્ર દેસાઈ
હાઇડ્રોજન (hydrogen)
હાઇડ્રોજન (hydrogen) : આવર્તક કોષ્ટકમાંના 1લા (અગાઉના IA) સમૂહમાં આવેલું પ્રથમ તત્વ. સંજ્ઞા H. બ્રહ્માંડમાં તે સૌથી વધુ વિપુલતા ધરાવતું અને હલકામાં હલકું રાસાયણિક તત્વ છે. પૃથ્વીની સપાટી ઉપર આવેલાં તત્વોનાં પરમાણુઓની સંખ્યાની દૃષ્ટિએ તેની વિપુલતા ઑક્સિજન અને સિલિકન પછી આવે છે. તેના સંગલન(fusion)થી ઉદભવતી ઉષ્માનાભિકીય (thermonuclear) ઊર્જા એ સૂર્ય…
વધુ વાંચો >હાઇડ્રોજન-ક્લોરાઇડ (hydrogen chloride) અથવા હાઇડ્રોક્લોરિક ઍસિડ
હાઇડ્રોજન-ક્લોરાઇડ (hydrogen chloride) અથવા હાઇડ્રોક્લોરિક ઍસિડ : હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન. સૂત્ર HCl. તેનું જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક ઍસિડ તરીકે ઓળખાય છે. 1648માં ગ્લોબરે સામાન્ય મીઠું અને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણને ગરમ કરીને તે મેળવ્યો હતો. પ્રીસ્ટલીએ તેનું નામ ખનિજ ઍસિડ રાખ્યું, જ્યારે લેવોઇઝિયરે તેને મ્યુરિયેટિક (muriatic) ઍસિડ તરીકે ઓળખાવ્યો હતો.…
વધુ વાંચો >હાબર વિધિ (Haber Process)
હાબર વિધિ (Haber Process) : ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ ઉપયોગી એવા એમોનિયા વાયુના નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી સંશ્લેષણ માટેની પ્રવિધિ. જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ હાબરે 1908માં નાના પાયા પર એમોનિયાના સંશ્લેષણ માટેની આ પદ્ધતિ શોધી હતી અને તે બદલ તેમને 1918નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. અન્ય જર્મન વૈજ્ઞાનિક કાર્લ બોશે એમોનિયાના ઉત્પાદન…
વધુ વાંચો >હિલિયમ (helium)
હિલિયમ (helium) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય, 0) સમૂહનું હલકું વાયુમય રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા He. માત્ર હાઇડ્રોજન એક જ એવું તત્વ છે જે તેના કરતાં હલકું છે. અન્ય તત્વો સાથે સંયોજાતો ન હોવાથી તેને (અને તે સમૂહના અન્ય વાયુઓ) નિષ્ક્રિય (inert) અથવા વિરલ (rare) અથવા ઉમદા (nobel) વાયુ…
વધુ વાંચો >હેફ્નિયમ (hafnium)
હેફ્નિયમ (hafnium) : આવર્તક કોષ્ટક(periodic table)ના 4થા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hf. 1845માં સાવનબર્ગે જોયું કે ઝિર્કોન નામની ખનિજમાં બે તત્વો રહેલાં છે. 1852માં સોર્બીએ પણ વર્ણપટના અભ્યાસ પરથી આનું સમર્થન કર્યું. હેફનિયમ તત્વનો સૌપ્રથમ ઉલ્લેખ 1911માં ફ્રેંચ રસાયણવિજ્ઞાની જી. ઉર્બેઇને કર્યો હતો. 1922–23માં બોહરની કોપનહેગન…
વધુ વાંચો >હેલાઇડ (halide)
હેલાઇડ (halide) : હૅલૉજન તત્વનું અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ સાથેનું MX પ્રકારનું સંયોજન. આમાં X એ હૅલૉજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન કે એસ્ટેટાઇન) અને M એ અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ હોઈ શકે છે. આ સંયોજનોને હાઇડ્રૉહેલિક (hydrohalic) ઍસિડ HX, કે જેમાં Xની ઉપચયન અવસ્થા –1 હોય છે, તેનાં…
વધુ વાંચો >હૅલોજન તત્વો (halogen elements)
હૅલોજન તત્વો (halogen elements) : આવર્તક કોષ્ટકના 17મા (અગાઉના VII B) સમૂહમાં આવેલા ફ્લોરિન (F), ક્લોરિન (Cl), બ્રોમીન (Br), આયોડિન (I) અને એસ્ટેટાઇન (At) તત્વો. ક્લોરિન ધાતુઓ સાથે સંયોજાઈ લવણો બનાવતું હોવાથી તેના આ ગુણધર્મ પરથી 1811માં જે. એસ. સી. શ્વીગરે ગ્રીક hal (લવણ, salt) અને gen (ઉત્પન્ન કરવું, to…
વધુ વાંચો >