ચન્દ્રકાન્ત મહેતા

અડિગ, ગોપાલ કૃષ્ણ

અડિગ, ગોપાલ કૃષ્ણ (જ. 18 ફેબ્રુઆરી 1918, મોગરી; અ. 14 નવેમ્બર 1992, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ કવિ. મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી મેળવી. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ઉડૂપીમાં પૂર્ણયજ્ઞ મહાવિદ્યાલયના આચાર્ય. કન્નડ ત્રૈમાસિકના સંપાદક. સ્વાતંત્ર્યોત્તર કન્નડ સાહિત્ય પર અડિગનો વ્યાપક પ્રભાવ છે. ‘ભાવતરંગ’ (1946); ‘કુટ્ટવેવુનાચુ’ (1948);…

વધુ વાંચો >

અડિવિ બાપ્પીરાજુ

અડિવિ બાપ્પીરાજુ (જ. 8 ઑક્ટોબર 1895, સરી પલ્લે, ભીમાવરમ, જિ. ગોદાવરી; અ. 22 સપ્ટેમ્બર 1952) : અર્વાચીન તેલુગુ કવિ. ગીતકાર, ગાયક, ચિત્રકાર, વાર્તાકાર તથા નવલકથાકાર પણ ખરા. વિવિધ કલાઓ પ્રત્યે નાનપણથી જ આકર્ષણ. ભારતમાં ભમીને એમણે મંદિરોની શિલ્પકલા અને ગુફાઓની ચિત્રકલાનું અધ્યયન કર્યું છે. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને…

વધુ વાંચો >

અણબિયામા

અણબિયામા (1942) : આધુનિક પંજાબી લઘુનવલ. આધુનિક પંજાબી લેખક ગુરુબક્ષસિંહ ‘પ્રીતલડી’ની આ લઘુનવલ છે. આ કૃતિમાં લગ્નની સમસ્યાનું નિરૂપણ છે. નાયિકા પ્રભા પ્રચલિત સામાજિક મૂલ્યોની અવગણના કરીને એના સહાધ્યાયી ચિત્તરંજનની જોડે જેલમાં એક રાત વિતાવે છે, અને એ એની પત્ની હોય એમ વર્તે છે. વિધિવત્ લગ્ન કર્યા વિના એના બાળકની…

વધુ વાંચો >

અત્રે પ્રભા

અત્રે પ્રભા (જ. 13 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) : કિરાના ઘરાનાની છતાં સ્વતંત્ર શૈલી ધરાવતાં ઉત્તર હિંદુસ્તાની સંગીતનાં વિખ્યાત ગાયિકા. 13 વર્ષની વયથી પાંચ વર્ષ સુધી વિજય કરંદીકર પાસે સંગીતશિક્ષણ લીધા પછી વાસ્તવિક શિક્ષણ સુરેશબાબુ માને પાસેથી લીધું. સંગીત વિષયમાં એમ.એ.ની પદવી લીધા પછી સરગમ પર લખેલા પ્રબંધ પર તેમણે…

વધુ વાંચો >

અધ્યાત્મરામાયણમ્ (18મી સદી)

અધ્યાત્મરામાયણમ્ (18મી સદી) : મુનિપલ્લિ સુબ્રમણ્ય કવિએ રચેલ તેલુગુ કાવ્ય. એમાં 104 કીર્તનો છે, જેમાં વધારેમાં વધારે સંખ્યા યુદ્ધકાંડનાં પદોની છે. એમાં સંગીત અને કવિતાનો સુભગ સમન્વય થયેલો છે. રસવૈવિધ્યપૂર્ણ આ કૃતિનાં ગીતો મધુર સ્વરે ગાઈ, એની પર આજીવિકા રળનાર એક વર્ગ છે, જે એની લોકપ્રિયતા દર્શાવે છે. કવિને રાજ્યાશ્રય…

વધુ વાંચો >

અનિષ્ટ

અનિષ્ટ : ઇષ્ટ નહિ તે. ઇષ્ટનો મુખ્ય અર્થ ‘ધર્મકાર્ય’ થાય છે. તેથી અનિષ્ટ એટલે અધર્મ એવો અર્થ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘समचितत्वमिष्टानिष्टोपपतिषु’ (‘સારા અને માઠા પ્રસંગે સમચિત્તત્વ’) એમ ઉલ્લેખ છે તે ઉપરથી અનિષ્ટ એટલે વિષાદપ્રેરક એવો અર્થ નીકળે. સુપ્રસિદ્ધ મીમાંસક મંડનમિશ્રે કહ્યું છે કે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ ત્યારે જ થાય છે,…

વધુ વાંચો >

અન્નપૂર્ણાદેવી

અન્નપૂર્ણાદેવી (જ. 15 એપ્રિલ 1927, મૈહર, મધ્યપ્રદેશ; અ. 13 ઑક્ટોબર 2018, મુંબઈ, મહારાષ્ટ્ર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં કલાકાર. મધ્યપ્રદેશના મૈહર નામના કસ્બામાં જન્મ. પિતા મશહૂર ગાયક અલાઉદ્દીનખાં. નાનપણમાં જ તેમણે અન્નપૂર્ણાને સિતારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમણે ઈ. સ. 1940 સુધી સિતારનું શિક્ષણ લીધું. ત્યારબાદ સૂરબહાર વગાડવાની કલા પણ હસ્તગત…

વધુ વાંચો >

અપરાજિતા (1)

અપરાજિતા (1) : બંગાળી નવલકથા (1932) અને ફિલ્મ (1956). બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ નવલકથાના અનુસંધાનમાં આ નવલકથા લખાઈ છે. બંને નવલકથાઓ લેખકના જીવન પર આધારિત છે. બાળપણથી જ પ્રકૃતિની ગોદમાં ઊછરેલી વ્યક્તિનું માનસ કેવું ઘડાય છે તે કથાનાયક અપુના પાત્ર દ્વારા લેખકે દર્શાવ્યું છે. અપુને પ્રાકૃતિક તત્ત્વો…

વધુ વાંચો >

અપુ

અપુ : બંગાળી નવલકથાનું પ્રસિદ્ધ પાત્ર. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ત્રણ નવલકથાઓ ‘પથેર પાંચાલી’, ‘અપરાજિત’ તથા ‘અપુર સંસાર’નો નાયક અપૂર્વ છે. એનું લાડકું નામ અપુ છે. ‘અપુ’ના પાત્ર દ્વારા લેખક જ પોતાના જીવનમાં થોડા કાલ્પનિક રંગો પૂરી પોતાની જ કથા નિરૂપે છે. ગામડામાં ઊછરેલો બાળક, શહેરમાં જતાં, ત્યાં શરૂઆતમાં એકલતા અનુભવે અને…

વધુ વાંચો >

અપ્પારવુ પોનંગી શ્રીરામ

અપ્પારવુ પોનંગી શ્રીરામ (જ. 1923) : તેલુગુ લેખક. તેમની ‘નાટ્યશાસ્ત્રમુ’ કૃતિને 1960નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. એમાં એમણે ‘ભરતનાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ટીકાગ્રંથ લખ્યો છે, જેમાં ‘ભરતનાટ્યશાસ્ત્ર’નાં સંગીત, નૃત્ય, રંગસજ્જા, વેશભૂષા, રસનિષ્પત્તિ વગેરે અંગોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કેટલુંક મૌલિક અર્થઘટન પણ કર્યું છે. ભરત પછી થઈ ગયેલા કાવ્યજ્ઞો અને નાટ્યવિદોના…

વધુ વાંચો >