ચંદ્રસૂરિ

ચંદ્રસૂરિ

ચંદ્રસૂરિ (ઈ. સ. 1137માં હયાત) : જૈન મુનિ. આચાર્ય ચંદ્રસૂરિ મલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા. એક વાર આ ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા આવ્યા ત્યારે ત્યાંના ધવલ નામના શ્રેષ્ઠીએ તેમને ‘મુનિસુવ્રતચરિત’ રચવા વિનંતી કરી. તેથી આશાવલ્લીપુરી-(આશાવળ)માં નાગિલ શ્રેષ્ઠીના પુત્રોના ઘેર રહીને 1137માં એમણે 11,000 શ્લોકોનું ‘મુનિસુવ્રતચરિત’ લખ્યું. આ ગ્રંથના અંતમાં એમણે…

વધુ વાંચો >