ગોમુખ (ગાર્ગૉયલ)

ગોમુખ (ગાર્ગૉયલ)

ગોમુખ (ગાર્ગૉયલ) : પાણી બહાર લઈ જવા માટે વપરાતો ગાયના અથવા બીજા કોઈ પ્રાણીના મુખના આકારવાળા પથ્થરમાંથી કંડારાયેલો ભાગ. શિવમંદિરમાં શિવલિંગની જલાધારીના પાણીના નિકાલ માટે ખાસ કરીને ગોમુખ વપરાય છે. મંદિરોની અગાસી અથવા ઘુમ્મટની ફરતે ગોમુખની વ્યવસ્થા કરાય છે. આધુનિક મકાનોમાં આર.સી.સી.ના ગાર્ગૉયલ વપરાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >