ગૉડાર્ડ (ડૉ.) રૉબર્ટ હચિંગ્સ
ગૉડાર્ડ, (ડૉ.) રૉબર્ટ હચિંગ્સ
ગૉડાર્ડ, (ડૉ.) રૉબર્ટ હચિંગ્સ (જ. 5 ઑક્ટોબર 1882, વર્સેસ્ટર, મૅસેચૂસેટ્સ; અ. 10 ઑગસ્ટ 1945, બાલ્ટીમોર, મેરીલૅન્ડ. યુ.એસ.) : દુનિયાનું સૌપ્રથમ પ્રવાહી બળતણનું રૉકેટ બનાવીને ઉડાડનાર અમેરિકી ભૌતિકશાસ્ત્રી. રશિયાના ભૌતિકશાસ્ત્રી કોસ્તાંતિન એદુઅર્દોવિચ ત્સિઓલ્કૉવસ્કી (1857–1935), અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ડૉ. ગૉડાર્ડ અને જર્મનીના ભૌતિકશાસ્ત્રી હરમાન ઓબર્ત(1894–1989)ને અર્વાચીન રૉકેટવિદ્યા અને અંતરિક્ષયાનવિદ્યા-(astronautics)ના જનક ગણવામાં આવે છે.…
વધુ વાંચો >