ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો…
વધુ વાંચો >સાત પગલાં આકાશમાં (1984)
સાત પગલાં આકાશમાં (1984) : કુન્દનિકા કાપડિયાકૃત અતિપ્રસિદ્ધ અને દિલ્હી સાહિત્ય અકાદમીના 1985ના પુરસ્કારથી સન્માનિત ગુજરાતી નવલકથા. 1982ના જુલાઈથી શરૂ થઈ 40 અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્ય ઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ…
વધુ વાંચો >