ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power)
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power) : વિદ્યુત ઉત્પન્ન કરતા પ્લાન્ટમાંથી વિદ્યુતનું વહન કરી તેને ઉપભોક્તા સુધી પહોંચાડવાની પદ્ધતિ. અનુકૂળ જગ્યા, જ્યાં ઊર્જાસ્રોત (જેવા કે કોલસા, ગૅસ, ઊંચાઈએ સંગ્રહાતું પાણી, સારા પ્રમાણમાં અને સતત વધુ ગતિએ મળતો પવન, વિશાળ ખુલ્લી જગ્યામાં વધુ તાપમાને મળી રહેતી સૌર ઊર્જા વગેરે) મળી…
વધુ વાંચો >સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development)
સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development) : ભૌતિક પ્રક્રિયાઓનાં રહસ્યો અને કુતૂહલો જાણવા અને પ્રસ્થાપિત નિયમોને પડકારવા કે પુનર્મૂલ્યાંકન કરવા, જિજ્ઞાસા સાથે કરાતું વ્યવસ્થિત અને તાર્કિક કાર્ય, તેમજ તે દ્વારા મેળવાતો ભૌતિક અને આર્થિક વિકાસનો લાભ. 20મી સદીના શરૂઆતના કાળમાં ‘સંશોધન’ અને ‘સંવૃદ્ધિ’ શબ્દો જે જવલ્લે જ સાંભળવામાં આવતા તે…
વધુ વાંચો >સંશ્લેષિત હીરો (Synthetic Diamond)
સંશ્લેષિત હીરો (Synthetic Diamond) : ગ્રૅફાઇટ(કાર્બન)ને ઉચ્ચ દબાણ અને તાપમાન આપીને તૈયાર થતો હીરો. કુદરતી હીરા જમીન કે દરિયાઈ ભૂસ્તરમાંથી મળે છે, જ્યારે આ પ્રકારે મનુષ્યે તૈયાર કરેલ હીરા સંશ્લેષિત હીરા કહેવાય છે. સંશ્લેષિત હીરા મુખ્ય ગુણધર્મોમાં કુદરતી ડાયમંડને બહુ મળતા આવે છે, ફેર જે હોય છે તે કદ, આકાર…
વધુ વાંચો >સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE)
સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE) : સામાન્ય જનસમુદાયમાં પર્યાવરણ અંગે જાગૃતિ (awareness) કેળવતી રાષ્ટ્રીય સંસ્થા. સોસાયટી નોંધણીના કાયદા, 1860 નીચે 1984માં નોંધાઈ છે. તેની શરૂઆત જ પર્યાવરણના શિક્ષણ માટેના શ્રેષ્ઠતા કેન્દ્ર (centre of excellence) તરીકે થઈ છે. હાલ તે થલતેજ, અમદાવાદમાં કાર્યરત છે. ભારત સરકારના પર્યાવરણ અને…
વધુ વાંચો >સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT)
સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT) : પ્રાણી અને વનસ્પતિના કુદરતી રહેણાક(નિવાસ)ને લગતા (ઊભા થતા) પ્રશ્નોના નિરાકરણ બાબતે જરૂરી આયોજન અને સંચાલનકાર્ય અંગે શિક્ષણ આપતી આગવી સંસ્થા. 1962માં સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તરીકે શરૂ થયેલ આ સંસ્થા હવે 2005 સુધીમાં રહેણાક(habitat)-સંલગ્ન અનેક વિષયોને આવરી લેતી એક મોટી વિદ્યાસંકુલ બની ગઈ…
વધુ વાંચો >સેવા-ઉદ્યોગો
સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…
વધુ વાંચો >