ખગોળ
હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]
હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું ફૂલ શોધી લાવવા…
વધુ વાંચો >હોહમાન કક્ષાઓ
હોહમાન કક્ષાઓ : બે ગ્રહોની કક્ષાઓને જોડતો અંતરીક્ષયાનનો ઉડ્ડયન-માર્ગ તે હોહમાન માર્ગ. તેમાં ન્યૂનતમ વેગ અથવા ઈંધણની જરૂરિયાત હોય છે (અને મહત્તમ ભાર લઈ જવાની ક્ષમતા હોય છે). આ કક્ષાને ‘ન્યૂનતમ શક્તિ સ્થાનાંતરણ-કક્ષા (Minimum energy transfer orbit) પણ કહેવાય છે. આ સ્થાનાંતરણ-કક્ષા દીર્ઘવૃત્ત (ellipse) હોય છે અને સૂર્યની આજુબાજુ હોય…
વધુ વાંચો >હ્યુજીન્સ ક્રિશ્ચિયન
હ્યુજીન્સ, ક્રિશ્ચિયન (જ. 14 એપ્રિલ 1629, હેગ, નેધરલૅન્ડ્ઝ; અ. 8 જુલાઈ 1695, હેગ, નેધરલૅન્ડ્ઝ) : લોલક-ઘડિયાળ અને પ્રકાશની પ્રકૃતિ સંબંધે સિદ્ધાંત રજૂ કરનાર પ્રખર અભ્યાસી અને વિજ્ઞાની. કવિ સંગીતકાર, નોંધનીય ઉસ્તાદ (gymnast) અને સમાજના પ્રતિભાશાળી નાગરિકના તેઓ પુત્ર હતા. હ્યુજીન્સે નાનપણથી ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનમાં ભારે રસ દાખવ્યો હતો. તેમણે લેડન…
વધુ વાંચો >હ્યુવીસ એન્ટની
હ્યુવીસ, એન્ટની [Antony Hewish] (જ. 11 મે, 1924, યુ.કે.) : પલ્સાર (pulsar) તરીકે ઓળખાતા ખગોળીય પદાર્થોના શોધક. 1967માં થયેલ આ શોધ માટે તેમને 1974નું ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આ પ્રકારના ખગોળીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત રેડિયો વિકિરણો પૃથ્વી ઉપર સ્પંદ સ્વરૂપે ઝિલાય છે, અને તેના ક્રમિક સ્પંદો વચ્ચેનો…
વધુ વાંચો >