કિશોર દવે

ઉપનિષદ

ઉપનિષદ વેદવિદ્યાની ચરમ સીમા જેમાં જોવા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. વેદનાં પ્રથમ ચરણોમાં એટલે કે સંહિતામાં પ્રાર્થનામંત્રો કે ઉપાસના છે. દ્વિતીય ચરણોમાં એટલે કે બ્રાહ્મણોમાં યજ્ઞવિધિ છે. આરણ્યકોરૂપી તૃતીય ચરણોમાં વાનપ્રસ્થ જીવનને લગતી વિગતો છે અને અંતિમ ચરણરૂપ ઉપનિષદોમાં જ્ઞાન કે મોક્ષની વિચારણા છે. આમ જીવનના…

વધુ વાંચો >

સુખવાદ

સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે. નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં…

વધુ વાંચો >

સૉક્રેટિસ

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >