કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ ઇસ્તમ્બૂલ)

કારા મુસ્તફા-કોષકુ

કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા. એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું. મન્વિતા બારાડી

વધુ વાંચો >