કાદમ્બરી (ઈસુની સાતમી સદી) : ભારતવર્ષના છેલ્લા ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન(606-647)ના રાજકવિ બાણે રચેલી કથા. સંસ્કૃત લલિત ગદ્યસાહિત્યની તે શિરમોર કૃતિ છે. સંસ્કૃત લલિત ગદ્યના બે મુખ્ય પ્રકારો કલ્પિત વૃત્તાન્તાત્મક ‘કથા’ અને સત્ય વૃત્તાન્તાત્મક ‘આખ્યાયિકા’ – માં બાણરચિત ‘કાદમ્બરી’ને આદર્શ કથા તરીકેની અને તેણે રચેલ ‘હર્ષચરિત’ને આદર્શ આખ્યાયિકા તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત…
વધુ વાંચો >