કાકતી બનિકાન્ત

કાકતી, બનિકાન્ત

કાકતી, બનિકાન્ત (જ. 15 નવેમ્બર 1894, બારપેટ્ટા, આસામ; અ. 15 નવેમ્બર 1952, ગૌહતી) : અસમિયા ભાષાના અગ્રણી વિવેચક અને ભાષાવિજ્ઞાની. ડૉ. કાકતી ગૌહતી યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક હતા અને સાહિત્ય ભણાવતા. પ્રાચીન અસમિયા સાહિત્ય વિશેનાં તેમનાં અધ્યયનો પ્રથમ ‘ચેતના’ સામયિકમાં પ્રકાશિત થયેલાં અને પછી ‘પુરાણી અસમિયા સાહિત્ય’(1940)માં તે સંગૃહીત થયાં છે.…

વધુ વાંચો >